For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેન્કો, ટેલિકોમ કંપનીઓની પેમેન્ટ બેન્કો માટે એકસાથે કામ કરવાની યોજના

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી : દેશમાં મહત્તમ બેંકિંગ સુવિધા પહોંચાડવા માટે શરૂ કરવામાં આવનારી પેમેન્ટ બેન્કોના લાઇસન્સ મેળવવા માટે માત્ર બેંકો નહીં પરંતું ટેલિકોમ કંપનીઓ અને મોબાઇલ વોલેટ કંપનીઓ વચ્ચે હોડ લાગી છે. આ સંજોગોમાં કંપનીઓ લાભ મેળવવા માટે સાથે કામ કરવાની યોજના બનાવી શકે છે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુંસાર પેમેન્ટ બેંક્સના લાયસન્સ મેળવવા માટે એક્સિસ બેન્ક, રત્નાકર બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, એસબીઆઇ અને કોટક મહિન્દ્રા બેન્ક જેવી ખાનગી સેક્ટરની અગ્રણી બેન્કો લાઇનમાં છે. પેમેન્ટ બેન્કના લાઇસન્સ માટે મોબાઇલ ટેલિકોમ કંપનીઓ પણ સ્પર્ધામાં છે. કારણ કે મોટી ખાનગી બેન્કોને પેમેન્ટ બેન્કમાં આવનારા ઓછા ખર્ચના ફંડમાં રસ છે.

payment-bank-1

પેમેન્ટ બેન્કે તેમનું ફંડ પૂર્ણ કક્ષાની કોમર્શિયલ બેન્કમાં રાખવું ફરજિયાત છે. તેનાથી ફંડ્સનો ખર્ચ ઘણો ઘટી જશે. Paytm, ઓક્સિજન અને ઇટ્ઝકેસ જેવી મોબાઇલ વોલેટ કંપનીઓ તથા એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ પેમેન્ટ બેન્ક લાઇસન્સ માટે અરજી કરી રહી છે.

આ સંદર્ભમાં એક બેન્કરનું કહેવું છે કે પેમેન્ટ, ટેલિકોમ કંપનીઓ અને બેન્કો પ્રસ્તાવિત પેમેન્ટ બેન્કમાં ઇક્વિટી હિસ્સેદારી માટે વાતચીત કરી રહી છે. તેઓ કોઈ બંધનકર્તા કોન્ટ્રાક્ટ કરી રહી નથી. બેન્કોને ખબર નથી કે કોને મંજૂરી મળશે તેથી તેઓ એકથી વધારે પ્લેયર્સ સાથે વાતચીત કરી રહી છે.

પેમેન્ટ બેન્કમાં ઇક્વિટી ભાગીદારી માટે ભારતી એરટેલ વિવિધ બેન્કો સાથે વાત કરી રહી છે. એરટેલે આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એક સૂત્રે કહ્યું કે એરટેલ એક ખાનગી સેક્ટરની બેન્ક સાથે પેમેન્ટ બેન્ક માટે ચર્ચા કરી રહી છે. એનાલિસ્ટ્સના કહેવા અનુસાર પેમેન્ટ બેન્ક પરમિટથી મોબાઇલ મની ટ્રાન્ઝેક્શનને વેગ મળશે.

પેમેન્ટ બેન્ક સર્વિસમાંથી મળતી આવકને લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જિસ (એસયુસી)ની ગણતરી માટે ટેલિકોમ કંપનીઓની વાર્ષિક કુલ આવક (એજીઆર)માં સમાવવામાં આવશે કે નહીં તેના વિશે ટેલિકોમ કંપનીઓ આરબીઆઇ અને ટેલિકોમ વિભાગ પાસે એ બાબતે વધારે સ્પષ્ટતા ઇચ્છે છે. આદર્શ રીતે પેમેન્ટ બેન્ક કામગીરીની આવકને એજીઆરમાં ગણવી ન જોઇએ તેમ ટેલિકોમ કંપનીઓનું કહેવું છે.

English summary
Banks, Telecom companies plan work together for Payment banks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X