For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : PAN કાર્ડના ફાયદા

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે કે મહત્તમ લોકો પાન કાર્ડ ધારક બને. પાન કાર્ડ હોવું વર્તમાન સમયમાં આવશ્યક છે. પાન કાર્ડ ક્યાં અને કેવી રીતે કઢાવવું તેની વિગતો આપવાની સાથે અમે PAN CARD (પાન કાર્ડ) હોવાના ફાયદા વિશે પણ આપને જણાવીશું.

પાન કાર્ડ મેળવવા કેવી રીતે અરજી કરવી?
પાન સંબંધિત સેવાઓમાં સુધારો કરવા માટે આવકવેરા વિભાગે યુટીઆઇ ઇન્વેસ્ટર્સ સર્વિસીસ લિમિટેડ (UTIISL)ને સત્તાવાર રીતે અધિકૃત રીતે TIN સુવિધા કેન્દ્રો પરથી એ તમામ શહેરો અને નાના નગરોમાં આઇટી પાન સેવા કેન્દ્ર સ્થાપિત કરવા અને તેનું સંચાલન કરવા માટે અધિકૃત કર્યા છે. મોટા શહેરોમાં પાન કાર્ડના અરજીદાતાઓની સુવિધા માટે UTIISL દ્વારા મહત્તમ પાન સેવા કેન્દ્ર સ્થાપિત કર્યા છે. આવી જ રીતે ત્યાં એકથી વધારે ટીઆઇએન સુવિધા કેન્દ્ર છે.

પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
પાન કાર્ડ માટેની અરજી માત્ર ફોર્મ 49A પર જ કરવામાં આવવી જોઇએ. પાન કાર્ડની અરજી (ફોર્મ 49A) આવકવેરા વિભાગ અથવા UTIISL અથવા NSDLની વેબસાઇટ (www.incometaxindia.gov.in,www.utiisl.co.in અથવા tin.nsdl.com) પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેની પ્રિન્ટ આઉટ કાઢવામાં આવે છે. આ ફોર્મ આઇટી પાન સેવા કેન્દ્રો અને ટિન સુવિધા કેન્દ્રો પર ઉપલબ્ધ હોય છે.

અરજી કર્યા બાદ આપને એક નંબર આપવામાં આવેં છે. જેના દ્વારા આપ જાણી શકો છો કે આપના પાનકાર્ડ બનવાની પ્રક્રિયા કેટલે પહોંચી છે, તેનું લેટેસ્ટ સ્ટેટસ શું છે? પાન કાર્ડ બનાવવા માટે રૂપિયા 150થી રૂપિયા 200નો ખર્ચો થાય છે.

પાનકાર્ડના ફાયદા

  1. આવકવેરામાં તમામ પ્રકારની મુશ્કેલીઓથી પાનકાર્ડ બચાવે છે.
  2. આપ કોઇ પણ સરકારી કે ખાનગી સંસ્થામાં તેને આઇડી પ્રુફ તરીકે ઉપયોગમાં લઇ શકો છો. ભારત સરકારે આ માટે તેને માન્યતા આપી છે.
  3. માત્ર ફુલ ટાઇમ નહીં પરંતુ પાર્ટ ટાઇમ જોબમાં પણ પાનકાર્ડ રજૂ કરતા આપની ચૂકવણી સરળ બને છે.
  4. આપ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવ તો પાન કાર્ડ રજૂ કરવાથી આપને નાણાકીય વર્ષના અંતમાં ટીડીએસ ક્લેમ કરી શકો છો.
English summary
Benefits of PAN card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X