For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કામ કરવા માટે સૌથી શ્રેષ્ઠ ટેક્નોલોજી કંપનીઓ

By Super
|
Google Oneindia Gujarati News

2014ને આવવામાં હવે અમુક દિવસો જ બાકી છે, નવું વર્ષ નવા યુવાનો માટે ઘણું મહત્વપૂર્ણ હશે, જેમાં કેટલાક પોતાનું ભણતર પૂર્ણ કરીને નોકરીની શોધમાં લાગી જશે, તો કેટલાક કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઇને પોતાની ડ્રીમ કંપનીમાં કામ કરશે. દરેકનું સ્વપ્ન હોય છે કે તે એવી કંપનીમાં કામ કરે, જેમાં તે જવા માગે છે, જેમ કે એમબીએ વાળા માર્કેટિંગમાં, આવી જ રીતે ભારતમાં ઝડપથી વધી રહેલા આઇટી સેક્ટરને જોઇએ તો આવનારા વર્ષોમાં અનેક જોબ ઓપનિંગ થશે.

સર્વે કરતી કંપની ગ્લાસડોરે 2013માં કરેલા એક સર્વે દરમિયાન કેટલાક આંકડા કાઢી તેનું આંકલન કરી વિશ્વની શ્રેષ્ઠ એવી ટેક્નોલોજી કંપનીઓની પસંદગી કરી, જ્યાંના કર્મચારીઓ પોતાના કામ કરવાના સ્થળથી સૌથી વધારે સંતુષ્ઠ છે. તેમાં સૌથી પહેલો નંબર ટ્વીટરનો આવે છે, જેને 5માંથી 4.6 અંક મળ્યા છે. જ્યારે બીજા નંબર પર લિંક્ડઇન અને ત્રીજા નંબર પર ફેસબુક છે.

ટ્વીટર

ટ્વીટર

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર લિસ્ટમાં પહેલા નંબરે છે. જ્યાં કામ કરનારા કર્મચારી સૌથી વધારે સંતુષ્ઠ છે.

લિંક્ડઇન

લિંક્ડઇન

ગયા વર્ષે પાંચમા ક્રમાંકે રહેનારી લિંક્ડઇન આ વખતે બીજા નંબર પર છે. લિંક્ડઇન એક પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ છે, જેને 5માંથી 4.6 અંક મળ્યા છે.

ફેસબુક

ફેસબુક

ગયા વર્ષે પહેલા નંબર પર રહેલી ફેસબુક ત્રીજા નંબર પર આવી ગઇ છે. જેને પાંચમાંથી 4.5 અંક મળ્યા છે.

ગાઇડવાયર સોફ્ટવેર

ગાઇડવાયર સોફ્ટવેર

બૈક ઇંડ સોફ્ટવેર પ્રોવાઇડ કરનારી ગાઇડવાયર આ યાદીમાં ચોથા ક્રમાંકે છે, જ્યાં કામ કરતા કર્મચારીઓ સૌથી સંતૃષ્ઠ છે, કંપનીએ પોતાની ગયા વર્ષની રંકે અંગે કોઇ જાણકારી આપી નથી.

ઇંટ્રેક્ટિવ ઇન્ટેલિજન્સ

ઇંટ્રેક્ટિવ ઇન્ટેલિજન્સ

ઇન્ટ્રેક્ટિવ ઇન્ટેલિજન્સ કોલ સેન્ટર અને અન્ય કંપનીઓને કોમ્યુનિકેશન સોલ્યુશન પ્રોવાઇડ કરે છે. જેને પાંચમાંથી 4.3 અંક મળ્યા છે.

ગુગલ

ગુગલ

વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જીન કંપની ગુગલ ત્રીજા ક્રમાંકેથી ખસીને છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગઇ છે, જેને 5માંથી 4.3 અંક મળ્યા છે.

ઓરબિટ વર્લ્ડવાઇડ

ઓરબિટ વર્લ્ડવાઇડ

ઓરબિટ વર્લ્ડવાઇડ ઓનલાઇન ટ્રાવેલ સોલ્યુશન પ્રોવાઇડ કરે છે, ગ્લાસડોરની રેન્કિંગમાં આ ઓરબિટ વર્લ્ડવાઇડ 11માં રેન્કિંગ પરથી ઉઠીને 7માં ક્રમાંકે પહોંચી ગઇ છે.

ક્વોલકોમ

ક્વોલકોમ

ગત વર્ષે 16 ક્રમાંકે રહેનારી ચિપમેકર કંપની ક્વાલકોમ આ વખતે 8માં ક્રમાંકે છે, જેને 5માંથી 4.2 અંક મળ્યા છે.

રિવરબેડ

રિવરબેડ

નેટવર્ક સોલ્યુશન પ્રોવાઇડ કરતી રિવરબેડ ટેક્નોલોજી બીજા ક્રમાંકેથી ખસીને નવમાં ક્રમાંકે આવી ગઇ છે, આ વખતે તેને 5માંથી 4.1 અંક આપવામાં આવ્યા છે.

ઇનટ્રૂટ

ઇનટ્રૂટ

ફાઇનાન્સના સોફ્ટવેર બનાવતી ઇનટ્રૂટ આ વખતે ટોપ લિસ્ટમાં આવી ગઇ છે, જેને 5માંથી 4.1 અંક મળ્યા છે.

રેડ હેટ

રેડ હેટ

ઓપન સોર્સ કંપની રેડ હેટ આ વખતે બીજા ક્રમ ઉપર આવી ગઇ છે. ગયા વર્ષે આ કંપની 13માં નંબરે હતી. આ વખતે કંપનીને 5માંથી 4 અંક મળ્યા છે.

નેશનલ ઇન્સ્ટ્રૂમેન્ટ

નેશનલ ઇન્સ્ટ્રૂમેન્ટ

નેશનલ ઇન્સ્ટ્રૂમેન્ટની રેક આ વખતે ઘટીને 12મી થઇ ગઇ છે. તેને 5માંથી 3.9 અંક મળ્યા છે.

રેકસ્પેસ

રેકસ્પેસ

રેકસ્પેસ વેબહોસ્ટિંગ કંપની આ વખતે 13માં ક્માંક પર છે, જેને 5માંથી 3.9 અંક આપવામાં આવ્યા છે. રેકસ્પેસ કંપની ગયા વર્ષે ઉપરના ક્રમાંકે હતી.

ઇન્ટેલ

ઇન્ટેલ

ચીપમેકર કંપની ઇન્ટેલને 5માંથી 3.9 અંક મળ્યા છે. જે આ વખતે 14માં ક્રમાંકે છે.

એપલ

એપલ

એપલ અંગે બધાજ જાણતા હશે. વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની એપલ ગ્લાસડોર દ્વારા આપવામાં આવેલા રેન્કમાં 15માં ક્રમાંકે છે, એપલને 5માંથી 3.8 અંક આપવામાં આવ્યા છે.

English summary
best tech companies work in 2014 news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X