For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSEનું માર્કેટ કેપિટલ 3થી 4 વર્ષમાં બમણું થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 નવેમ્બર : મુંબઈ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારે રૂપિયા 100 લાખ કરોડની સીમાચિહ્ન સપાટીને સ્પર્શ્યું હતું. બજાર વિશ્લેષકોનું માનીએ તો વર્તમાન રેલી બજારમાં જળવાઈ રહેશે અને આગામી ત્રણથી ચાર વર્ષમાં બીએસઇનું માર્કેટકેપ બમણું થશે.

એક વર્ષ ભારતીય બજારમાં તેજીનો આખલો પૂરપાટ દોડ્યો છે જેમાં અનેક વર્ષોની તેજીનો અહેસાસ થઈ રહ્યો છે. ભારતના શેરબજારે વિશ્વનાં ટોચનાં મોટાં શેરબજારોમાં નવમા ક્રમે સ્થાન મેળવ્યું હતું. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સે 33 ટકાના નોંધપાત્ર ઉછાળા સાથે 28,000ની સપાટી કુદાવી હતી. એક વર્ષના ગાળામાં ઊભરતાં બજારો અને વૈશ્વિક ઇન્ડેક્સને વળતરમાં સેન્સેક્સે પાછળ રાખી દીધાં હતાં.

personal-finance-investment-6

એફઆઇઆઇની રૂ.93,000 કરોડની નોંધપાત્ર લેવાલીને ટેકે અન્ય દેશોની તુલનાએ ભારતીય શેરબજારનું માર્કેટકેપ આ વર્ષે 41 ટકા વધ્યું છે, જે સૌથી વધુ ઉછાળો દર્શાવે છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં એફઆઇઆઇનું રૂ.21,727 કરોડનું રોકાણ ભારતીય શેરોમાં હતું. ઓક્ટોબરમાં સાવચેતી સાથે રૂ.892 કરોડની વેચવાલી સહિત નવેમ્બરમાં અત્યાર સુધીમાં રૂ.8,283 કરોડનું એફઆઇઆઇનું રોકાણ રહ્યું હતું.

ફંડામેન્ટલમાં સુધારો તેમજ નવી સરકાર દ્વારા વિકાસલક્ષી નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતા ભારતીય શેરબજારમાં હજુ ઉપર વધવાનો અવકાશ રહેલો છે.

English summary
BSE market capital will be doubled in 3 to 4 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X