For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સચેન્જ ખોલવાનું BSEનું આયોજન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: 140 વર્ષ જુના બીએસઈ સ્ટોક એક્સચેન્જનો ચાર્ટ નવી ઊંચાઇ પર પહોંચ્યો છે. તે ગુજરાતમાં કોમોડિટી ટ્રેડિંગ બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સચેન્જ શરૂ કરવાની યોજના ધરાવે છે, જેના થકી તેઓ ગ્લોબલ કંપનીઓ અને રોકાણકારોને આકર્ષવા ઇચ્છે છે.

બીએસઇના સીઇઓ આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે "બીએસઇ સહિત આ સ્ટોક એક્સચેન્જ તથા બિઝનેસ મોડલમાં ફેરફાર કરવાની જરૂર છે જેથી રોકાણ આધારિત ટ્રેડિંગ પ્રોત્સાહન અને વિવિધ ક્ષેત્રે રોકાણ માટે ભંડોળ પેદા કરવા માટે રચનાત્મક મદદ મળી શકે."

bse
બીએસઇ જે દુનિયાનું સૌથી મોટું એક્સેન્જ છે જેમાં મોટી કંપનીઓ લીસ્ટેડ છે, તેમાંથી ટોપ ટેન આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ પણ કોમોડિટી એક્સચેન્જ સેગમેન્ટમાં ઝંપલાવવા તૈયાર છે. જે સેબીના પાસ થવાની રાહ જોઇ રહ્યા છે.

અમે અમારા સેબી અને બોર્ડ તરફથી પરવાનગી મેળવી લીધી હતી. સેબીએ કોમોડિટી એક્સેજન્સમાં રોકાણ માટે પરવાનગી આપી દીધી છે. જોકે અમે હજી પણ માર્કેટ રેગ્યુલેટર (FMC)ની પરવાનગી માટે પણ મળી રહ્યા છીએ.

અરજીની પ્રોસેસ સમય માગી લે તેવી છે. એક વખત અમે અમારી અરજી એફએમસીમાં દાખલ કરીશું, બાદમાં તેઓ આ અંગે નિર્ણય લેશે. એટલે કે આ એક ઘણી લાંબી પ્રક્રિયા છે. પરંતુ અમારી પાસે યોગ્ય ટેકનોલોજી અને સક્ષમતા છે અને અમે તેના માટે ખુબ જ હકારાત્મક છીએ.

ચૌહાણે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ અંગે જણાવ્યું કે આ કોન્સેપ્ટ આખી દુનિયામાં દુબઇ, સિંગાપોર, હોંગકોંગ, લંડનમાં આવેલા આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સેન્ટર(આઇએફએસસી)ની તર્જ પર બનાવવાનો વિચાર છે. ભારતીય કંપનીઓએ પણ ત્યાં જઇને રોકાણ કરવું પડે છે. જોકે હવે તેઓ ગુજરાતમાં આવશે.

English summary
As the 140-year-old stock exchange BSE charts a new growth path, it plans to foray into commodity trading business and also set up an international exchange in Gujarat to cater to global companies and investors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X