For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNLએ મોબાઇલ લોકેશન, સિક્યુરિટી સર્વિસ શરૂ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 નવેમ્બર : બીએસએનએલ (BSNL - ભારત સંચાર નિગમ લિમિટેડ) દ્વારા મોબાઇલ સિક્યુરિટી વેલ્યુ એડેડ સર્વિસ શરૂ કરી છે. જે તેમના ગ્રાહકોને તેમના ખોવાયેલા મોબાઇલ ટ્રેક કરવામાં, ડિવાઇસને રિમોટલી લોક કરવામાં, મોબાઇલ ડેટા ભૂસવામાં તેમજ અન્ય કાર્યોમાં મદદ કરશે. આ અંગે સમાચાર એજન્સી પીટીઆઇએ અહેવાલ આપ્યો છે.

investment-21

BSNL બિયોન્ડ ઇવોલ્યુશનની મદદથી સોલ્યુશન, એમસિક્યોર આપશે. આ અંગે BSNLના ડાયરેક્ટર ફોર કન્ઝ્યુમર મોબિલિટી અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એમસિક્યોરની મદદથી વપરાશકાર તેમના ખાવાયેલા મોબાઇલમાંથી મોબાઇલના ડેટા મેનેજ કરી શકશે.

આ એપ્લિકેશન સંપૂર્ણ કોલ લોગ ડિટેઇલ્સ પૂરી પાડશે. તેમાં નોંધાયેલા ઇમર્જન્સી નંબર્સ માટફતે સમયાંતરે મેસેજ મોકલતા રહેશે. આ એપ્લિકેશનની મદદથી ગ્રાહક પોતાનો મોબાઇલ લોક કરી શકશે, ડેટા ભૂસી શકશે અને ખોવાયેલા મોબાઇલને ટ્રેક કરી શકશે.

ખોવાયેલા મોબાઇલની વિગતો એસએમએસ મારફતે ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર્સને મોકલવામાં આવશે. આ ઉપરાંત તેમાં એલાર્મ પણ લગાવી શકાશે.

English summary
BSNL Launches Mobile Location Tracking, Security Service.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X