BSNLના ગ્રાહકોને 1 જૂનથી મળશે આ મોટો ફાયદો, વાંચો...

Posted By:
Subscribe to Oneindia News

ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા તેના કેટલાક પોસ્ટપેડ પ્લાનમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જે હેઠળ નવી સુવિધાઓ તમને 1 જૂનથી એટલે કે આજથી મળશે. આ વાતની પૃષ્ટી કેરલા ટેલિકોમડોટઇન્ફો (kerelatelecom.info)ની રિપોર્ટથી થઇ છે. જો કે હજી સુધી બીએસએનએલ એ પોતાને આ પ્લાનમાં થનારા બદલાવો માટે પોતાની અધિકૃત વેબસાઇટ પર કોઇ પ્રકારની જાણકારી આપી નથી.

bsnl

કંપની દ્વારા 1125 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં હજી સુધી 10 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો હતો. પણ હવે આ હેઠળ 20 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે. ત્યાં જ બીજી તરફ કંપનીના 1525 રૂપિયાના જે પોસ્ટપેડ પ્લાન છે તેમાં પણ 20 જીબી ઇન્ટરનેટ ડેટાના બદલે 30 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. અને આ ઓફર કંપનીએ પ્રમોશન ઓફર હેઠળ આપી છે.

આ બન્ને પ્લાન હેઠળ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ મળશે. બીએસએનએલ પોતાના પ્લાનમાં અવાર નવાર કોઇ ફેરફાર કરી રહ્યું છે. જેના કારણે તે વધુને વધુ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી શકે અને બીજી કંપનીઓને ટક્કર આપતા તેના ગ્રાહકોને સારી ઇન્ટરનેટ સેવા આપી શકે.

English summary
BSNL to offer more data in these offers.Read here more.
Please Wait while comments are loading...