For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRIs ભારતની કંપની ડિપોઝિટમાં રોકાણ કરી શકે?

|
Google Oneindia Gujarati News

નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) કેટલીક શરતોને આધિન નોન રિસેડેન્ટ ઇન્ડિયન્સ (NRIs) તરફથી ડિપોઝિટ સ્વીકારી શકે છે. NRI આ ડિપોઝિટ્સ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) એકાઉન્ટમાંથી જમા કરાવી શકે છે.

એક અન્ય રીતે પણ NRIs ભારતીય કંપનીઓમાં ડિપોઝિટ રોકી શકે છે. આ શરત છે કે NRIsની ડિપોઝિટ પ્રિન્સિપાલ કે વ્યાજનમી રકમ નોન રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) એકાઉન્ટમાંથી ઉપાડ કરી શકાશે નહીં. આ ડિપોઝિટમાંથી પ્રાપ્ત રકમ પણ બિન પ્રત્યાવર્તી છે.

data-1

આ માટે અહીં NRE અને NRO એકાઉન્ટ વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે.

ઉપરની શરતો સિવાય NBFCs દ્વારા NRIsની ડિપોઝિટ સ્વીકારવામાં આવતી નથી. જો કે પહેલાથી NRIsની કોઇ ડિપોઝિટ હોય તો તેને રિન્યુ કરી શકાય છે.

NBFCsના કેટલા પ્રકાર છે તે જાણવા આગળ વાંચો.

NBFCsમાં ડિપોઝિટ રાખતા પહેલા આપે NBFCsનો રેટ ચકાસવો પડશે. આમ એટલા માટે કે અન રેટેડ NBFCs ડિપોઝિટ સ્વીકારશે નહીં. NBFCsને વિવિધ રેટિંગ એજન્સીઓ જેવી કે ક્રિસિલ, તેક. આક્રા, ફિચ, રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બ્રિક વર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી રેટિંગ પ્રાપ્ત થયું હોવું જોઇએ. જો NBFCsનું રેટિંગ ઓછું હોય તો તે ડિપોઝિટ સ્વીકારી શકતી નથી.

NBFCs ડિપોઝિટ મુકતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો

  1. પબ્લિક ડિપોઝિટ સુરક્ષિત નથી હોતી.
  2. ડિપોઝિટની રિસિપ્ટ લેતા સમયે ચેક કરી લેવું કે તેના પર કંપની વતી સત્તા પ્રાપ્ત અધિકારીની સહી અને સિક્કો હોય.
  3. ડિપોઝિટની રિસિપ્ટમાં ડિપોઝિટરનું નામ, ડિપોઝિટની તારીખ, ડિપોઝિટની રકમ શબ્દો અને આંકડામાં, ચૂકવવા પાત્ર વ્યાજદર, પાકતી મુદ્દત અને પાકતી રકમ લખી હોવી જોઇએ.
  4. NBFCsમાં ડિપોઝિટર્સને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ મળતો નથી.
  5. રિઝર્બ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) કોઇ પણ કંપની કેટલી આર્થિક રીતે મજબૂત છે તેની કોઇ ગેરન્ટી આપતી નથી.

તારણ :
કોઇ પણ NRIs દ્વારા ભારતમાં ડિપોઝિટ મૂકતા પહેલા ઉપરની બાબતો ચેક કરી લેવી જોઇએ. આ ઉપરાંત રેટિંગ કંપનીના રેટિંગ્સ પણ ચકાસી લેવા જોઇએ. આ ઉપરાંત NRE નહીં પણ NRO એકાઉન્ટ સંબંધિત મર્યાદાઓને પણ ધ્યાનમાં લેવી જોઇએ.

English summary
Can NRIs invest in company deposits in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X