For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા ત્રણ મહિનામાં ચીનના માર્કેટમાં 30 ટકાનો ઉછાળો, ભારતમાં કડાકો, અચ્છે દિન જતા રહ્યા?

|
Google Oneindia Gujarati News

ભારતીય સ્ટોક માર્કેટનો સૂચકઆંક બીએસઇ સેન્સેક્સ છેલ્લા 15 દિવસમાં 2000 પોઇન્ટનું કરેક્શન જોઇ ચૂક્યો છે. બીજી તરફ ચીનના સ્ટોક માર્કેટ ચાઇનીઝ શાંઘાઇ કોમ્પોસાઇટ ચીનમાં મંદીની અસર હોવા છતાં તેજ રફ્તારમાં આગળ વધી રહ્યો છે. અનેક વિશ્લેષકોએ આગાહી કરી છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પોતાનું રોકાણ ભારતને બદલે ચીન તરફ ખસેડી રહ્યા છે. આ કારણે આ પરિવર્તન જોવા મળ્યું છે...

હકીકત શું છે?

હકીકત શું છે?


15 સપ્ટેમ્બર, 2014ના રોજ એટલે કે ત્રણ મહિના પહેલા શાંઘાઇ કોમ્પોઝિટ 2321ના લેવલ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 26,816 પર ટ્રેડ થઇ રહ્યો હતો. બરાબર ત્રણ મહિના બાદ સેન્સેક્સ 26,500 પર ટ્રેડ થઇ રહ્યો છે. જે ત્રણ મહિનાની સરખામણીમાં નીચે ગયો છે. બીજી તરફ શાંઘાઇ કોમ્પોઝિટમાં 30 ટકાનો ભારે ઉઠાળો આવ્યો છે. વર્તમાન સમયમાં તે 3021 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો છે. આમ માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં તેણે સુપર રિટર્ન મેળવ્યું છે.

છેલ્લા ત્રણ મહિનામાં કેવો ફેરફાર થયો?

છેલ્લા ત્રણ મહિનામાં કેવો ફેરફાર થયો?


ચીનમાં મોટા રેટ કટ થયા છે. આ ફેરફાર ક્રુડની કિંમતોમાં થયેલા ઘટાડાને આભારી છે. આ બાબતમાં ચીનને ભારત કરતા વધારે લાભ થયો છે. જો કે અન્ય ઉભરતા માર્કેટ્સની સરખામણીમાં ભારતના માર્કેટનું પરફોર્મન્સ સારું જ રહ્યું છે.

નવી સરકારનો જાદુ ચાલ્યો નથી

નવી સરકારનો જાદુ ચાલ્યો નથી


મોટા ભાગના વિશ્લેષકો નવી સરકારની રચના બાદ પણ કોઇ ખાસ બદલાવ જોઇ રહ્યા નથી. જો આંકડાકીય ચિત્ર જોવામાં આવે તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નિરાશાજનક રહ્યું છે. રૂપિયો પણ ડોલર સામે 13 મહિનાની સૌથી નીચી સપાટી 63.66ના સ્તરે પહોંચી ગયો છે.

કઇ બાબતો સારી?

કઇ બાબતો સારી?


માટો ભાગના પરિબળો જેને નવી સરકારના પગલે સારા માનવામાં આવે છે જેમાં ફુગાવાનો દર, વ્યાજ દરોમાં ઘટાડો તેના કારણે કિંમતો ઘટી છે. આમ છતાં અનેક બાબતોમાં ભારત ચીનની સરખામણીએ મોંઘું છે.

ભારતીય માર્કેટ ઓવર પ્રાઇસ

ભારતીય માર્કેટ ઓવર પ્રાઇસ


અનેક વિશ્લેષકોનું માનવું છે કે વર્તમાન સ્તરે ભારતીય માર્કેટ ઓવરપ્રાઇસ છે. જેના પગલે આવનારા સમયમાં માર્કેટ પર વધારે પ્રત્યાઘાતો જોવા મળી શકે છે. આ પ્રત્યાઘાતો વેચવાલીના સ્વરૂપે હોઇ શકે છે. આવા સમયે પ્રોફિટ બુકિંગ કરીને સારા કરેક્શનની રાહ જોવી જોઇએ.

English summary
Chinese Markets Have Rallied 30% in Last 3 months, India is Down; Is Ache Din Over?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X