For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે જાણો છો EPF લાઇફ ઇન્શ્યોરન્સ કવર આપે છે?

|
Google Oneindia Gujarati News

અનેક વ્યક્તિઓ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ કે ઇપીએફ (EPF)ના લાભ અંગે જાણતા નથી. ઇપીએફના અનેક લાભ છે પણ કેટલાક લોકો એ નહીં જાણતા હોય કે ઇપીએફ આપને લાઇફ ઇન્શ્યોરન્સ કવર પણ કરી આપે છે.

ઇપીએફ હેઠળ આપને મોટું ઇન્શ્યોરન્સ કવર મળતું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આપને સાવ નજીવું કવચ તો પૂરું નથી જ પડાતું.

insurance-1

ઇપીએફ હેઠળ કેટલું લાઇફ ઇન્શ્યોરન્સ કવર થશે?
ઇપીએફ હેઠળ આપને જે લાઇફ ઇન્શ્યોરન્સ કવર મળે છે તેની ગણતરી કરવા માટે ખાસ ગણતરી ગોઠવવામાં આવી છે. જે અનુસાર મળતું લાઇફ ઇન્શ્યોરન્સ કવર નીચેની શરતો પૂર્ણ થતી હોય તો મળે છે.

આપની સેલરીથી 20 ગણું લાઇફ ઇન્શ્યોરન્સ કવર મળે છે. આનો અર્થ એ થયો કે જો કોઇની સેલરી રૂપિયા 6500 કે તેથી વધારે હોય તો આપને તેનાથી 20 ગણું વધારે કવર આપને મળે છે. જો કે આ માટે મહત્તમ પગાર રૂપિયા 6500 છે.

આ કારણે લાઇફ ઇન્શ્યોરન્સ કવર 20x6500=1,30,000 થશે.

સામાન્ય રીતે કર્મચારીઓ તેમના માસિક બેઝિક પગારના 0.5 ટકા એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમમાં આપે છે. આ કારણે વ્યક્તિનું લાઇફ ઇન્શ્યોરન્સ કવરઇપીએફ કે પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલું છે.

ગ્રુપ ઇન્શ્યોરન્સ
મોટા ભાગના નોકરીદાતાઓ કર્મચારીઓ માટે ગ્રુપ ઇન્શ્યોરન્સ કવરની પસંદગી કરે છે. કારણ કે તેમાં ઓછા પ્રિમિયમમાં જરૂરી ઇન્શ્યોરન્સ કવર પ્રાપ્ત થાય છે. ઇપીએફ હેઠળ લાઇફ ઇન્શ્યોરન્સ કવરનો આઇડિયા વધારે સારો છે. જો કે તેના હેઠળ રૂપિયા 1.3 લાખનું કવર વર્તમાન સમયમાં અત્યંત ઓછું માનવામાં આવે છે.કમાઉ સભ્યના આકસ્મિક મૃત્યુ સામે આ રકમ કશું જ નથી. આ કારણે ઘણી વાર આ ઇન્શ્યોરન્સ નામ પૂરતું હોય તેમ લાગે છે.

English summary
Did You Know Your EPF or Provident Fund Gives You Life Insurance Cover?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X