For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોટે વોડાફોન આઇડિયાને રૂપિયા 850 કરોડનો દંડ ફટકાર્યો

|
Google Oneindia Gujarati News

telecom
નવી દિલ્હી, 6 જાન્યુઆરી : ટેલિકૉમ વિભાગ (ડોટ) દ્વારા યોગ્ય લાયસન્સ વગર રોમિંગ દ્વારા 3જી સેવા આપનારા બે મોબાઈલ ઓપરેટર્સ વોડાફોન અને આઈડિયાને દંડ ફટકાર્યો છે. વોડાફોનને 550 કરોડ રૂપિયા જ્યારે આઈડિયાને 300 કરોડ રૂપિયા દંટ પેટે ચુકાવવા પડશે.

આ સિવાય ડોટે એરટેલ સહિત તમામ ઓપરેટરોને વગર લાયસન્સવાળા સર્કલ્સમાં રોમિંગ દ્વારા 3જી સેવા તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. ડૉટનાં આ નિર્ણયથી એક કરોડ કરતા વધારે ગ્રાહકો પર અસર થવાની સંભાવના છે. એયરટેલ, વોડાફોન અને આઈડિયાનાં 3જી ગ્રાહકોની સંખ્યા 1.2 કરોડ કરતા વધારે છે.

આ પહેલા 15 માર્ચ, 2013માં ડોટે દેશની દિગ્ગજ ટેલીકૉમ કંપની ભારતી એરટેલ પર પણ 350 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એરટેલે હવે આ મામલે સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યાં છે, એરટેલ પર આરોપ છે કે તેમની પાસે સાત સર્કલમાં કાયદેસર લાયસન્સ ન હોવા છત્તા 3જી અંતર્ગત કંપની રોમિંગ સેવા આપી રહી છે. આ મુદ્દે સોમવારે સુનાવણી હાથ ધરાશે.

English summary
DoT order to Vodafone Idea pay 850 crore fine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X