For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે 60 વર્ષ સુધી કપાશે તમારા પીએફ પેન્શનના પૈસા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) પેન્શન આપવાની ઉંમર 58 થી વધારીને 60 વર્ષ કરવા જઇ રહ્યું છે. આનાથી પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન કરનારાઓને રિટાર્યડ થતાં વધુ રકમ મળશે. સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને આ પેન્શન તેમના જ યોગદાનમાંથી મળે છે અને આ રકમ વધુ નથી.

ફંડની ટોચની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ્રી (સીબીટી) બુધવારે તેના પર નિર્ણય કરશે. એમ્પલોઇઝ પેન્શન સ્કીમ (ઇપીસી-95) હેઠળ હાલમાં કર્મચારીઓને 58 વર્ષની ઉંમરમાં જ પેન્શન આપવાની જોગવાઇ છે. તેમછતાં તેમની પાસે કોઇ યોગદાન લેવામાં આવતું નથી. પરંતુ મોટાભાગે કર્મચારી 60 વર્ષે રિટાર્યડ થાય છે. આ ઉપરાંત આ સ્કીમ હેઠળ મળનારી રકમ ઘણી ઓછી છે જેનો કોઇ ફાયદો કર્મચારીને મળતો નથી. આ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન માટે કોઇ ઉંમર સીમા નથી અને કર્મચારી કોઇ પણ ઉંમર સુધી યોગદાન કરી શકે છે.

epfo

હવે બુધવારે સીબીટીની એક બેઠક થશે જેમાં આ નિર્ણય લેવામાં આવશે. સરકારી પક્ષનું કહેવું છે કે અત્યારે કર્મચારીઓને ઘણું પેન્શન મળે છે અને જો તેમના યોગદાનની ઉંમર મર્યાદા વધારી દેવામાં આવશે તો તેમને વધુ રકમ મળશે આ ઉપરાંત સીબીટી આ વાત પણ વિચાર કરશે કે પેન્શન સ્કીમ માટે બે વર્ષના બોનસને રાખવામાં આવે કે નહી. આ બોનસ 20 વર્ષની સર્વિસ બાદ મળશે.

English summary
Labour minister Oscar Fernandes has hurriedly called another meeting of the Central Board of Trustees this week, less than a month after the EPFO’s apex decision making body met, to announce a slew of pre-poll goodies including a minimum monthly pension of Rs 1,000 and a hike in the wage limit to Rs 15,000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X