For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનું ખરીદીને છેતરાવું ના હોય તો આ 6 વાતો જોઇ લેજો

|
Google Oneindia Gujarati News

લગ્ન પ્રસંગે તમે તમારી દીકરીની સોનાની ખરીદી કરવા જતા હોવ કે પછી પત્નીને મેરેજ એનીવસરી પર કોઇ દાગીનો આપવાનું વિચારતા હોવ. વાત 10 તોલા સોનું લેવાની હોય કે પછી 10 ગ્રામ સોનાની, સોના જેવી મોટી ખરીદી વખતે કાળજી રાખવી હંમેશા સારી જ. તો ચલો અમે અહીં તમારી મદદ કરી દઇએ.

સોના જેવી મોટી ખરીદી વખતે હોલમાર્ક, તે કેટલા કેરેટનું છે અને સોનાનો જે તે સમયે શું ભાવ ચાલે છે તે ખાસ જોઇ લેવું. અને જો મોટી ખરીદી કરવાની હોય તો થોડા સમય પહેલા જ સોનાના ભાવતાલ પર નજર રાખો અને જ્યારે લાગે કે સોનાનો રેટ ઓછા છે ત્યારે જ દુકાનમાં જઇ સોનું ખરીદી લો.

સોની ખરીદતી વખતે કંઇ કંઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ તે અમે તમને આજે જણાવીશું.

સોનાનો ભાવ

સોનાનો ભાવ

સોનાનો સિક્કો ખરીદવો હોય કે ધરેણું, બજારમાં ખરીદવા જતા પહેલા હાલ સોનાના શું ભાવ ચાલે છે તે જાણી લેવા જરૂરી છે. વધુમાં જ્યારે ભાવ ઓછા હોય ત્યારે સોનું લેવું વધુ યોગ્ય છે.

ધરેણાં કેટલા કેરેટના છે.

ધરેણાં કેટલા કેરેટના છે.

સોનાના ધરેણાં ખરીદતા પહેલા તે વાત ખાસ પૂછી લો કે ધરેણું કેટલા કેરટનું છે. 22 કેરેટનું કે 24 કેરટનું. 22 કેરેટ સોનું એટલે તેમાં 74 ટકા શુદ્ધ સોનું છે અને અન્ય 25 ટકા અન્ય ધાતુ તેમાં મિશ્રત કરવામાં આવ્યા છે.

સોનાની દુકાનની રેપ્યુટેશન

સોનાની દુકાનની રેપ્યુટેશન

સોનામાં કોઇ નાની ખરીદી કરવી હોય તો તમારા જાણીતા સોની કે ગલીમાં આવેલી સોનાની દુકાન જાવ તેમાં કંઇ ખોટું નથી. પણ જો તમે લગ્નની ખરીદી કરતા હોવ કે 20 હજારથી વધુની ખરીદી હોય તો સારી રેપ્યુટેડ દુકાનમાં જવું વધુ સલાહભર્યું છે. કારણ કે તે લોકો તમને સોના પર તમને પક્કી રસીદ આપશે.

હોલમાર્ક જુઓ

હોલમાર્ક જુઓ

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેંડર્ડ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નિયમ મુજબ ધરેણાં પર હોલમાર્કનું નિશાન હોવું ખૂબ જ જરૂરી છે. જો તેની પર હોલમાર્ક નથી તો તે અંતરાષ્ટ્રીય નિયમો મુજબ બનાવામાં આવ્યું છે.

મેકિંગ ચાર્જ

મેકિંગ ચાર્જ

ધરેણાં ખરીદતા પહેલા તેનો મેકિંગ ચાર્જ ખાસ પૂછો. અને રસીદ/ બિલ પર મેકિંગ ચાર્જ ખાસ લખાવી લેજો. દરેક દુકાનના મેકિંગ ચાર્જ અલગ અલગ હોય છે અને અનેક દુકાનો આજકાલ મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ પણ આપે છે તો તે પણ પૂછી લેવું.

મેલ્ટિંગ અને અન્ય ચાર્જ

મેલ્ટિંગ અને અન્ય ચાર્જ

કેટલાક જ્વેલર્સ મેલ્ટિંગ અને અન્ય ચાર્જ પણ લે છે. એ વાત ખાસ જાણી લો કે વેસ્ટેજ ચાર્જ કેટલો છે. કારણ કે કોઇ પણ દુકાનદાર પોતાનું નુક્શાન કરી તમારો ફાયદો તો નહીં જ કરે. જો તે તમને કહે છે વેસ્ટેજ ચાર્જ શૂન્ય છે તો તેનો મતલબ એ છે કે તે પોતાનો ફાયદો બીજી કોઇ રીતે લઇ જ રહ્યો છે. કદાચ તે મિલાવટ પણ કરતો હોય. તો આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખજો.

English summary
Buying Gold Jewelery in India can always be a tricky proposition. Take a look at a few facts that you should know or check beforehand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X