For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો 500 રુપિયાની નવી નોટની ખાસ વાતો

બજારમાં 500 અને 2000 ની નવી નોટો આવી ગઇ છે. આવો જાણીએ 500 રુપિયાની નોટમાં શું છે ખાસ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ 8 નવેમ્બરે જ ઘોષણા કરી દીધી હતી કે 8 નવેમ્બર મધરાતથી 500 અને 1000 રુપિયાની નોટ નહિ ચાલે. કાળાનાણા પર લગામ લગાવવા માટે પીએમ મોદીએ આ નિર્ણય કર્યો છે. બજારમાં 500 અને 2000 ની નોટ આવી ગઇ છે. આવો જાણીએ કે 500 રુપિયાની નોટમાં શું છે ખાસ.

rs. 500

500 ની નોટની ખાસિયત

1. નોટના આ ભાગને પ્રકાશમાં જોતા 500 રુપિયા લખેલા દેખાશે.

2. અહીં 500 રુપિયાની એક છૂપાયેલી તસવીર છે.

3. નોટ પર દેવનાગરીમાં 500 રુપિયા લખેલા છે.

4. નોટની વચ્ચે મહાત્મા ગાંધીની તસવીર છે.

5. નોટની જમણી બાજુ સુરક્ષા દોરો હશે. નોટને સહેજ ત્રાંસી કરતા તે નીલા અને લીલા રંગમાં બદલાતો છે.

6. પૈસા આપવાનું વચન અને ગવર્નરના હસ્તાક્ષર નવી નોટમાં જમણી બાજુ ખસેડાયા છે.

7. જમણી બાજુ ખાલી સ્થાન પર મહાત્મા ગાંધીનું ચિત્ર ઉપસી આવે છે જેમાં 500 રુપિયાનો વોટરમાર્ક પણ છે.

8. નોટ પર લખેલા નંબરના આકાર નાનાથી મોટા એટલે કે ચઢતા ક્રમમાં છે જે નોટમાં જમણી બાજુ નીચેની તરફ અને ડાબી બાજુ ઉપરની તરફ લખ્યા છે.

9. નંબરની બરાબર ઉપર 500 રુપિયા લખેલા છે જેનો રંગ લીલા અને નીલા રંગમાં બદલાતો રહેશે.

10. જમણી બાજુ નીચેની તરફ અશોક સ્તંભનું ચિહ્ન છે.

500 1

અંધજનો માટે

11. જમણી બાજુ અશોક સ્તંભની બરાબર ઉપર એક કાળા રંગનું ગોળાકાર ઉભરેલુ નિશાન છે જેના પર 500 રુપિયા લખેલુ છે. તેને માત્ર સ્પર્શીને પણ ઓળખી શકાશે.

12. નોટની ડાબી અને જમણી બાજુ કિનારા તરફ પાંચ લાઇનો છે જેની પ્રિંટીંગ ઉપસેલી છે.

500 2

નોટની પાછળની બાજુએ

13. ડાબી તરફ નોટના છાપકામનું વર્ષ લખેલુ છે.

14. સ્વચ્છ ભારતનો લોગો, ગાંધીજીના ચશ્મા તેમના સ્લોગન સાથે છે.

15. ઘણી ભાષાઓમાં 500 રુપિયા લખવાની પેનલ વચમાં સહેજ ડાબી તરફ છે.

16. નોટની પાછળની તરફ દિલ્હીના લાલ કિલ્લાની તસવીર છે.

17. જમણી બાજુએ ઉપરની તરફ દેવનાગરીમાં 500 રુપિયા લખ્યા છે.

અન્ય

18. 500 રુપિયાની નોટ 63 મીલિમીટર પહોળી અને 150 મીલિમીટર લાંબી છે.

English summary
features of 500 rupees notes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X