For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HDFCમાં FIIsનો હિસ્સો 78 ટકાએ પહોંચ્યો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 ઓક્ટોબર : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ (એચડીએફસી)ની લોકપ્રિયતા જળવાઈ રહી છે. જે અંતર્ગત આજે એફઆઇઆઇએ પોતાનું રોકાણ વધારીને 78 ટકા કર્યું છે.

FIIsના 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા ત્રણ મહિનાના ગાળામાં તેમનું હોલ્ડિંગ 78 ટકાની વિક્રમજનક સપાટીએ પહોંચ્યું હતું જે કોઈ પણ લિસ્ટેડ ભારતીય કંપનીમાં સૌથી ઊંચું વિદેશી પોર્ટફોલિયો રોકાણ છે. આ ક્વાર્ટર દરમિયાન નવા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ એચડીએફસીના શેરોની ખરીદી કરી હતી.

investment-9

બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે એચડીએફસીમાં રોકાણ કરી રહેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ને ભરોસો છે કે મોર્ગેજ માર્કેટમાં પરિસ્થિતિમાં નવેસરથી તેજી આવશે.

30 જૂને કંપનીમાં એફઆઇઆઇ હોલ્ડિંગ 77.36 ટકા હતું જે જુલાઈ-સપ્ટેમ્બર ગાળામાં વધીને 77.85 ટકા થયો હતો. સંબંધિત ક્વાર્ટરમાં વધુ 12 નવી એફઆઇઆઇએ હિસ્સો ખરીદ્યો હતો. તેનાથી આ કેટેગરીમાં રોકાણકારોની કુલ સંખ્યા વધીને 1140 થઈ છે.

English summary
FIIs raise stake in HDFC to record high of 78 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X