For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇપીએફ ગ્રાહકોને મળી ગીફ્ટ, મળશે 8.65% વ્યાજ દર

દેશના નોકરીયાત લોકો માટે નાણાં મંત્રાલય એક સારી ખબર લઇને આવ્યું છે. હવે ઇપીએફ પર મળશે વધુ વ્યાજ.

|
Google Oneindia Gujarati News

દેશના તમામ નોકરીયાત લોકો માટે આ એક સારા સમાચાર છે. હવે તમે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ પર તમને વધુ વ્યાજ મળશે. કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું કે નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલયના કર્માચારી પ્રોવિડન્ટ ફંડ પર 2016-17 માટે 8.65 ટકા વ્યાજ દર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મંજૂરી પણ મળી ગઇ છે. નાણાં મંત્રાલયના આ નિર્ણયથી દેશના લગભગ 4 કરોડ ઇપીએફ ખાતા ગ્રાહકોને ફાયદો મળશે.

money

નાણાં મંત્રાલય દ્વારા વર્ષ 2016-17 માટે પીએફ જમા પર વ્યાજ દર 8.65 ટકા આપવા અંગે એક શર્ત પર રાખવામાં આવી છે. જે મુજબ આ વ્યાજ દરથી સેવાનિવૃત્તિ કોષને નુક્શાન ના થવું જોઇએ. આમ પેન્શન પ્લાન નુક્શાન ન થવાની અરજી સાથે પીએફ પર તમને 8.65 ટકાનું વ્યાજ દર મળશે. નોંધનીય છે કે નાણાં મંત્રાલયે ગત વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ 2015-16 માટે મંજૂર કરેલા 8.8 ટકાના વ્યાજ દરને ઘટાડીને 8.7 ટકા કર્યો હતો.

Read also: જાણો સેલરી સ્લીપ સાથે જોડાયેલી 12 વાતો

નાણાં મંત્રાલયના આ નિર્ણયનો ભારે વિરોધ પણ તે સમયે કરવામાં આવ્યો હતો. અને વિરોધ પછી ફરી નાણાં મંત્રાલયે આ વાતને પાછી ખેંચી 8.8 ટકા વ્યાજ દર પાછુ આપવાનું ચાલુ કર્યું હતું. વધુમાં બાંદારૂ દત્તાત્રેયે જણાવ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. અને તે પછી જ ચાર કરોડ જેટલા ખાતા ગ્રાહકોને આ વાતનો ફાયદો મળી શકશે.

English summary
Finance Ministry has approved 8.65 % interest rate on Employees Provident Fund (EPF) for 2016-17.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X