For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષાબંધન પર આ ગીફ્ટ આપી પગભર કરો તમારી બહેનને

રક્ષાબંધન પર આ ગીફ્ટ આપી પગભર કરો તમારી બહેનનો. જાણો મોંધી ગીફ્ટના બદલે આ પ્રકારની ભેટ આપી કેવી રીતે તમે તમારી બહેનોની મદદ કરી શકો છો. જાણો વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

રક્ષાબંધનમાં બહેન રક્ષાનો પવિત્ર સેતુ ભાઇની કલાઇ પર બાંધે છે અને તેના સ્વસ્થ અને સુખી જીવનની મનોકામના કરે છે. તો સામે પક્ષે ભાઇ પણ બહેનને વચન આપે છે કે તે યથાશક્તિ તેના ચહેરા પર હંમેશા હાસ્ય રમતુ રહે તે માટે પ્રયાસ કરશે. પણ આજકાલના મોર્ડન સમયમાં જો તમારે તમારી બહેનના જીવનને ખરેખરમાં સુખમય કરવું હોય તો ખાલી ચોકલેટના ડબ્બા કે ડ્રેસ જેવી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચી નહીં ચાલે. રક્ષાબંધનની ગીફ્ટ તરીકે આવી વસ્તુઓ આપી તમે ક્ષણિક ખુશી તો તેના ચહેરા પર લાવી શકશો. પણ સ્માર્ટ ભાઇઓ લાંબા ગાળાનું વિચારે છે!

ચોક્કસથી તમારી બહેન તમારી કોઇ પણ ગ્રીફ્ટથી ખુશ થઇ જશે. પણ જો તમે તમારી બહેનને આર્થિક રીતે પગભર કરવા ઇચ્છો છો તો નીચેમાંથી કેટલીક યુનિક ગ્રીફ્ટ આપીને તેના જીવનની આર્થિક રીતે સમુદ્ધ કરી શકો છો. તો વાંચો આ અનોખી ગ્રીફ્ટ માટે અને આ રક્ષાબંધન પર કરો કંઇક યુનિક. જેથી કરીને તમારી બહેન લાંબા ગાળા સુધી તમારી આ ભેટને માણી શકે...

ફિક્સ ડિપોઝિટ

ફિક્સ ડિપોઝિટ

તમે તમારી બહેનના નામે ફિક્સ ડિપોઝિટ કરાવી શકો છો. આનાથી રોકાણની રકમ સુરક્ષિત પણ રહે છે અને અવધિ પૂર્ણ થતા સારું રિટર્ન પણ મળે છે. તમામ બેંકોમાં ફિક્સ ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાઝ મળે છે.

મ્યુચ્યઅલ ફંડ

મ્યુચ્યઅલ ફંડ

રક્ષાબંધન પર તમારી બહેનને તમે મ્યુચ્યઅલ સ્કીમ પણ ભેટ સ્વરૂપ આપી શકો છો. આ એક સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. અને સારી રીતે રોકાણ કરવાથી યોગ્ય રિટર્ન પણ મળી શકે છે.

બ્લુ ચિપ સ્ટોક

બ્લુ ચિપ સ્ટોક

બ્લુ ચિપ સ્ટોક શ્રેષ્ઠ ભેટ હોઇ શકે છે તમારી બહેન માટે. લાંબી અવધિના રોકાણથી આમાં સારી રકમ મેળવી શકાય છે. બ્લુ ચિપ સ્ટોકને દેશની શ્રેષ્ઠ સ્ટોક માનવામાં આવે છે. જે દ્વારા શેયરગ્રાહકોને કેટલાક સમય બાદ સારો લાભ મળી શકે છે. બ્લુ ચિપ કંપની એવી કંપની હોય છે જે શેયર બઝારમાં લિસ્ટેડ હોય છે. સાથે જ તેની સ્થિતિ મજબૂત હોય છે. જેમ કે રિલાયન્સ, આઇટીસી, એસબીઆઇ આ તમામ બ્લુ ચિપ કંપની છે.

સ્વાસ્થય વીમો

સ્વાસ્થય વીમો

જે તમારા સ્વાસ્થયની ચિંતા કરે છે તેના સ્વાસ્થયની તમારે પણ ચિંતા કરવી જરૂરી બને છે. રક્ષાબંધન પર હેલ્થ ઇનશ્યોરન્સની ગીફ્ટ આપી શકો છો. તેનાથી તેની સ્વાસ્થય સુવિધાનો લાભ પણ મળશે અને એક રીતે તેની આર્થિક મદદ પણ થશે.

ગોલ્ડ સ્ક્રીમ

ગોલ્ડ સ્ક્રીમ

દરેક મહિલાને ધરેણાં પ્રિય હોય છે. રક્ષાબંધન તમે કોઇ સારી ગોલ્ડ ઇટીએફ ખરીદી તેને ગીફ્ટમાં આપી શકો છો. ગોલ્ડ ઇટીએફ, એક્સચેન્ઝ ટ્રેડેટ ફંડ છે.

પીપીએફ

પીપીએફ

લોક ભવિષ્ય નિધિ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ રક્ષાબંધન તરીકે એક સારો ઉપહાર છે. તે ભવિષ્યમાં તમારી બહેનને મદદરૂપ થઇ શકે છે. પીપીએફ સૌથી શ્રેષ્ઠ સ્ક્રીમ છે. અને તેનાથી વ્યાજ દરો પર લાગતા ટેક્સમાં પણ રાહત રહે છે.

પર્સનલ ફાઇનાન્સ

પર્સનલ ફાઇનાન્સ

તમે તમારી બહેનને પર્સનલ ફાઇનાન્સથી જોડાયેલી કેટલીક બુક ગ્રીફ્ટમાં આપી શકો છો. જેનાથી તેને ભવિષ્યમાં પોતાના નિર્ણય લેવામાં સહાયતા રહે.

ગિફ્ટ કાર્ડ

ગિફ્ટ કાર્ડ

જો કે બજારમાં અનેક ગીફ્ટ કાર્ડ પણ મળે છે. જો તમે તેના માટે શું લેવું તેવી અવઢળમાં હોવ તો ગીફ્ટ કાર્ડ આપી શકો છો. પણ તે કરતા આગળના તમામ પોઇન્ટ વધુ સારા ઓપશન રહી શકે છે.

English summary
Financial Gift Ideas For Raksha Bandhan Many individuals spend a hefty amount for their sisters on Raksha Bandhan to make their sister feel special and important. Buying gifts such as an expensive watch, accessory, dress, bags can give only happiness for the time being.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X