For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજની JPCની બેઠકમાં 2જી મુદ્દે તણખા ઝરવાની શક્યતા

|
Google Oneindia Gujarati News

2g-scam
નવી દિલ્હી, 18 ઑક્ટોબર : આજની જેપીસીની બેઠકમાં 2જી મુદ્દે તણખા ઝરવાની શક્યતા જોવામાં આવી રહી છે. બેઠકમાં નાણા પ્રધાન પી ચિદમ્બરમને સાક્ષી તરીકે બોલાવવાની બાબત પર સૌનું ધ્યાન ખેંચાયું છે.

લોકસભા સ્પીકર મીરા કુમારે આ તબક્કે દરમિયાનગીરી કરવાની ના પાડતા પી ચિદમ્બરમને સાક્ષી તરીકે હાજર રહેવાની નોટીસ આપવાનો મુદ્દે કમિટી પાસે પાછો આવ્યો છે. જેના કારેણે જેપીસીના ચેરમેન પી સી ચાકોને ફરજ પડી છે કે આ મુદ્દો હવે વિભાજિત પેનલ સમક્ષ રજૂ કરે.

ઉલ્લેખનીય છે કે ગત 11 ઑક્ટોબરે યોજાયેલી જેપીસીની બેઠકમાં ભાજપના 6 સભ્યોએ હાજર રહેવાનું ટાળ્યું હતું. કારણ કે વડાપ્રધાન અને ચિદમ્બરમને સાક્ષીઓની યાદીમાં રાખવાની ના પાડી હતી.

આ મુદ્દે સ્પીકરે જણાવ્યું કે આ મુદ્દે તેમનો સંપર્ક સાધતા પહેલા સમિતિઓ ચોક્કસ નિર્ણય પર પહોંચવું જરૂરી છે.

2જી સ્પેક્ટ્રમ મુદ્દે વડાપ્રધાન અને નાણા પ્રધાનને જેપીસીની બેઠકમાં બોલાવવાના મુદ્દે ભાજપનું કહેવું હતું કે જેપીસી પાસે સત્તા છે કે તેમને બોલાવવા માટે પ્રક્રિયામાં ફેરફાર કરી શકે.

પૂર્વ નાણા પ્રધાન અને ભાજપના સભ્ય યશવંત સિંહાએ પત્ર લખીને જણાવ્યું કે સમિતિ પાસે વિશેષ સત્તા છે જેના દ્વારા તે વડાપ્રધાનને બોલાવી શકે છે. કારણ કે કેટલાક નિર્ણયો વડાપ્રધાન દ્વારા લેવામાં આવ્યા છે જેનો જવાબ માત્ર તેઓ જ આપી શકે છે.

English summary
Fireworks are expected at the meeting of the JPC on 2G issue today, with the demand for calling Finance minister P Chidambaram as a witness becoming a sticky issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X