For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્મ 16 વગર કેવી રીતે ભરશો ITR, જાણો અહીં

કેવી રીચે ભરશો આરટીઆર તે અંગે વિગતવાર. તેમાં પણ જો તમારી પાસે ફોર્મ 16 ના હોય તો શું કરશો તે પણ જાણો. આ અંગે વિગતવાર વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે 31 જુલાઇ. તેવામાં કેટલાક લોકોને હજી સુધી ફોર્મ 16 ન મળવાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો તમે પણ નોકરીયાત વ્યક્તિ હોવ તો તમારું પહેલું કામ આજની તારીખમાં તે જ હોવું જોઇએ કે ફોર્મ 16 મેળવવું. ફોર્મ 16 એક ટીડીએસ સર્ટિફિકેટ છે. જેમાં તમારી સેલરી ટેક્સએબલ ઇનકમ અને અલગ અલગ ટીડીએસની જાણકારી આપવામાં આવેલી હોય છે. જો કે તેવું નથી કે ફોર્મ 16 નહીં મળે તો તમે તમારો ઇનકમ ટેક્સ રિર્ટન ફાઇલ નહીં કરી શકો તે સિવાય પણ તમે ઇનકમ ટેક્સ રિટર્ન ભરી શકો છો. આ અંગે વિગતવાર જાણો અહીં...

ફોર્મ 16

ફોર્મ 16

જો તમારી પાસે ફોર્મ 16 નથી તો ITR ફાઇલ કરવા માટે તમારે કેટલાક જરૂરી ડોક્યૂમેન્ટ જોયશે. જેમ કે તમારી ટેક્સએબલ ઇનકમ કેટલી છે? તમારું કન્વેયન્સ અલાઉન્સ કેટલું છે, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ, હોસ્ટેલ એલાઉન્સ, HRA થી તમને કેટલા પૈસા મળે છે. તમારા ફોર્મ 26-AS જો તમને ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ છે તો તમને ખબર પડશે કે ક્યાં તમારો ટેક્સ કપાય છે.

આ રીતે કરો ફાઇલ રિટર્ન

આ રીતે કરો ફાઇલ રિટર્ન

ફાયનેશિયલ યરમાં તમને જેટલી પે સ્લિપ મળે છે. તેને ભેગી કરો. તેમાં તમારી નેટ સેલરીની પણ જાણકારી હશે. તેને ભેગી કરો. જો તમે આ નાણાંકીય વર્ષ દરમિયાન નોકરી બદલી છે તો તે પાક્કુ કરી લો કે તમારી પાસે બન્ને કંપનીઓની પે સ્લિપ હોય. આ મળતી સેલરીને જોડ્યા પછી બેંક ખાતામાં આવનારી રકમને વેરિફાઇ કરો.

પીએફ અને બીજા કાપનું ધ્યાન

પીએફ અને બીજા કાપનું ધ્યાન

સાથે જ તમને જે પગાર મળે છે તેમાં પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, વ્યવસાય કર, ટીડીએસ જેવા કપાત રાશિને આપવામાં આવી હશે. અને તમારી ગ્રોસ સેલરી પણ જણાવી હશે. આયકર રિટર્ન પર રિપોર્ટિંગ છે પણ ટેક્સ યોગ્ય પગારનું કેલ્કુલેશન કરતી વખતે કંપનીના પીએફનું યોગદાનને નહીં માનવામાં આવે પણ યોગદાનને ટેક્સના યોગ્ય ભાગમાં જોડવામાં આવે છે.

ટેક્સ

ટેક્સ

તે પછીના ભાગમાં ટીડીએસી તપાસ થશે જે તમારા નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીએ કાપી નાંખ્યું છે. આ રાશિ તપાસ કરવા માટે તમારે ફોર્મ 26-AS કપાત કર જેને સેલેરીમાં પણ લખાવામાં આવ્યો છે તે જણાવાનો છે. આ રીતે કેલ્કુલેશન કરી તમે તમારું આઇટીઆર ભરી શકો છો અને તમારી ગણતરીમાં જો કોઇ ભૂલચૂક થતી હોય તો આ અંગે તમે તમારી કંપની સાથે ચર્ચા કરી શકો છો.

English summary
Follow these easy steps file your itr without from 16. Read here more about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X