For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્લોબલ કંપનીઓના CEO વાઇબ્રન્ટ સીઇઓ કોન્ક્લેવમાં ભાગ લેશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 જાન્યુઆરી : ગુજરાતમાં આગામી તારીખ 11થી 13 જાન્યુઆરી, 2015 દરમિયાન યોજનારા વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે તારીખ 11મીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ - PDPU) ખાતે યોજાવા જઇ રહેલી ગ્લોબલ સીઇઓ કોન્ક્લેવમાં 33થી વધારે સીઇઓ હાજરી આપવાના છે.

આ કોન્ક્લેવમાં ભાગ લેનારા ગ્લોબલ સીઇઓમાં વોડાફોન, એબોટ, મોર્ગન સ્ટેન્લી, સિસ્ટેમા, બેન્ક ઓફ ટોકયો, સુમીટોમો મિત્સુઇ, ટેલસ્ટ્રા, મિઝુહો બેન્ક, કેર્ન એનર્જી, ફોર્ડ મોટર્સ, હોન્ડા મોટર્સ કોર્પોરેશન, મિત્સુઇ, મેક્સિસ ટાયર્સ, શાઓમી જેવી કંપનીના સીઇઓનો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ સમિટ અતંર્ગત યોજાનારી સીઇઓ કોન્ક્લેવમાં ફોર્ચ્યુન 500 કંપનીના સીઇઓને ગુજરાતમાં એક મંચ પર લાવવા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. રાજ્ય સરકારે જણાવ્યા પ્રમાણે કુલ 33 સીઇઓનાં નામ કન્ફર્મ થયાં છે.

vibrant-gujarat

મહત્વની બાબત એ છે કે જે કંપનીઓના સીઇઓ હાજરી આપવાના છે તેમાં જાપાન અમેરિકા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જર્મની, ચીન, તાઇવાન, ડેન્માર્ક, યુકે, કેનેડા, રશિયા જેવા દેશોની અગ્રણી કંપનીઓનો સમાવેશ થાય છે.

ફ્રાન્સની ટોટલ એસેના માઇકલ બેનિઝિટ, ઇન્ટેલ કોર્પોરેશનના જહોન ડેવિસ, રિયો ટિન્ટોના સોમ વોલ્સ, એબોટના પી બર્કી, કતારના રાસ ગેસના હમાદ રસીદ, સુઝુકી કોર્પોરેશનના ઓસામુ સુઝુકી, બેંક ઓફ ટોકયોના એશિયા સીઇઓ ગો વાટાનાબે, બીજુ ગ્રૂપના સ્ટીવ હીલ, ચાઉના લાઇટ પાવર હાઉસના સીઇઓ રિચાર્ડ લેન્કેસ્ટર, મિઝુહો બેન્ક, ડીબીએસ બેન્ક, શાઓમીના હ્યુગો બારા, વર્લ્ડ બેંકના પ્રમુખ જીમ યોંગ કીમ, ફોર્ડ મોટર્સના ગ્રૂપ વાઇસ પ્રેસિડન્ટ ડેવિડ સ્કોચ, હોન્ડા મોટર્સના યોસી યુકી, મિત્સુઇના માકોટો સુઝુકી, મેક્સિસ ટાયર્સના રોબર્ટ લ્યુઓ અને ડેન્માર્કના ગ્રન્ડફોસના સીઇઓ મેડ્સ નિપ્પર હાજરી આપશે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ટેલ્સ્ટ્રા કંપનીના એન્ડ્રુ પેન, ઓસીની જ એએનઝેડના એન્ડ્રુ ગેઝી, ચાઇના સ્ટીલ કોર્પોરેશનના જો ચી ત્સુ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. યુએસએની એમર્સન ઇલેક્ટ્રિક કંપનીના સીઇઓ ડેવિડ ફાર અને સોસિયેટ જનરલના પાસ્કલ લેમ્બર્ટ પણ ઉપસ્થિત રહેવાના છે.

વાઇબ્રન્ટમાં હાજરી આપનારા અન્ય વિદેશી મહાનુભાવો તેમજ કેન્દ્રીય પ્રધાનોમાં અમેરિકન વિદેશમંત્રી જ્હોન કેરી, બ્રિટનના ઉદ્યોગમંત્રી સહિત 13 દેશના મંત્રીઓ ઉપસ્થિત રહેશે સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ બાન કી મુન, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે અને મેસેડોનિયાના વડાપ્રધાન નિકોલા ગ્રુવ્સ્કી વિશેષ આમંત્રિતોમાં સામેલ

ભારત સરકારના રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી મનસુખ વસાવા ઉપરાંત ઊર્જા, નાણાં, શહેરી વિકાસ અને આરોગ્ય સહિત 11 વિભાગના મંત્રીઓ હાજર રહેશે.

English summary
Global companies CEO will attend Vibrant CEO conclave in Gandhinagar, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X