સોનું થયું સસ્તુ, બજારમાં દસ ગ્રામની કિંમત રૂ.27,850

શુક્રવારે પણ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા. શુક્રવારે સોનાની કિંમત ઘટીને 27.850 રૂપિયા થઇ.

Subscribe to Oneindia News

શુક્રવારે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતો જોવા મળ્યો. આજે સોનાની કિંમત ઘટીને 27,850 રૂપિયા થઇ ગઇ છે, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત ઘટીને 38,800 રૂપિયા થઇ છે.

gold

દિલ્હીના બજારમાં કિંમતો ઘટી
દિલ્હીના સર્રાફા બજારના વેપારીઓ અનુસાર બજારમાં સોનાની માંગ અને કિંમત બંન્નેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘણા લોકો તો રાહ જોઇ રહ્યા છે કે, સોનાની કિંમતમાં થોડો સુધારો આવે તો ઘરમાં મૂકેલું સોનું પહેલાની કિંમત પર વેચી શકાય. વધુ કિંમતે સોનું ખરીદનારાઓને ખોટ જાય છે. 8 નવેમ્બર, 2016ના નોટબંધીના નિર્ણય બાદ સોનાનો ભાવ સતત ઘટી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં તેજી
દિલ્હીના સર્રાફા બજારમાં 99.9% શદ્ધ સોનાની કિંમત 27.850 રૂપિયા પ્રતિ ગ્રામ અને 99.5% શુદ્ધ સોનાની કિંમત 27,700 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જો કે, વૈશ્વિક સ્તરે સોનાના દરમાં વધારો થયો છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 0.21% વધવા સાથે 1130.70 ડોલર પ્રતિ ઔંસ થઇ ગઇ છે. આઠ ગ્રામ વાળા સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે, તેની કિંમત 24,000 રૂપિયા પ્રતિ આઠ ગ્રામ પર જ સ્થાયી રહી છે.

સોનામાં રોકાણ નહીં
8 નવેમ્બર બાદ સોનાની કિંમતમાં 3500 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી વધુ ઘટાડો નોંધાયો છે. નોટબંધીના નિર્ણય બાદ 11 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી દિલ્હીનું સર્રાફા બજાર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રતિ વ્યક્તિ સોનાની માત્રા નિશ્ચિત કરાયા બાદ હવે લોકોએ રોકાણના હેતુસર સોનું ખરીદવાનું ઓછું કરી દીધું છે. સોની જગ્યાએ લોકો સારું રિટર્ન મળી રહે એવા વિકલ્પો પસંદ કરી રહ્યાં છે.

English summary
Gold prices remain weak on low demand.
Please Wait while comments are loading...