For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સ સર્વિસમેન માટે ગુડ ન્યુઝ : વન રેન્ક, વન પેન્શનનો ટૂંકમાં અમલ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ડિસેમ્બર : ભારતમાં અનેક નહીં પણ સેંકડો અને હજારો એક્સ સર્વિસમેન એટલે કે સેવા નિવૃત્ત સૈનિકો જેની ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા અને તે મંજુર કરાવવા સંઘર્ષ અને લડત આપી ચૂકેલા તે 'વન રેન્ક વન પેન્શન'ની માંગ ટૂંક સમયમાં સાકાર થવા જઇ રહી છે.

આ અંગે વનઇન્ડિયાને પ્રાપ્ત માહિતી અનુસાર રક્ષા મંત્રાલય આ માંગ પર ઝડપથી અમલ કરી શકાય તેવા પગલાં આરંભ્યા છે. ભારતના રક્ષા પ્રધાન મનોહર પારિકરે આ મુદ્દે તાજેતરમાં જણાવ્યું હતું કે 'વન રેન્ક, વન પેન્શન'નો અમલ આગામી 4થી 8 સપ્તાહમાં કરવામાં આવશે.

આ યોજનાનો લાભ કોને થશે સહિતની વધુ વિગતો જાણવા આગળ ક્લિક કરો...

'વન રેન્ક, વન પેન્શન'નું મહત્વ

'વન રેન્ક, વન પેન્શન'નું મહત્વ


આ પેન્શન્સ સાથેની જ માંગ હતી. જો કોઇ અધિકારી ગયા વર્ષે નિવૃત્ત થયો હોય તો તેને પે કમિશનના સુધારેલા દર પ્રમાણે પેન્શન પ્રાપ્ત થાય છે.પણ જો કોઇ અધિકારી 1990માં નિવૃત્ત થયા હોય તો તેમને વર્તમાન સમયની સ્થિતિ મુજબ પેન્શન મળતું નથી. આ કારણે તેમણે માંગ મુકી હતી કે તેમને પેન્શન તેમના પદ અનુસાર આપવામાં આવે.

સરકારનું આશ્વાસન

સરકારનું આશ્વાસન

સરકારનું આશ્વાસન
સરકારોએ પણ અવારનવાર આ માંગનો અમલ કરવા આશ્વાસન આપ્યું હતું. જો કે આ વચન ચૂંટણી સમયે આપવામાં આવ્યું હોવાથી તત્કાલ અમલ શક્ય ન હતો.

અડચણોનો અવરોધ

અડચણોનો અવરોધ


સરકારના આશ્વાસન છતાં પણ તેનો અમલ અત્યાર સુધી થઇ શક્યો ન હતો. એકસ સર્વિસમેન સંઘનું કહેવું છે કે તેઓ પોતાની માંગણીઓ સાથે સંબંધિત અધિકારીઓને અનેકવાર મળ્યા હતા, છતાં કોઇ ઉકેલ આવતો ન હતો.

બજેટમાં ફાળવણી થઇ

બજેટમાં ફાળવણી થઇ


હવે પ્રાપ્ત માહિતી અનુસાર નાણા પ્રધાને વન રેન્ક વન પેન્શન યોજના માટે રૂપિયા 1000 કરોડની ફાળવણી કરી દીધી છે. જે સૂચવે છે કે સરકાર આમ કરવા માટે કટિબદ્ધ છે.

કેટલા એક્સ સર્વિસમેનને લાભ થશે?

કેટલા એક્સ સર્વિસમેનને લાભ થશે?


આ યોજના જો અમલમાં મૂકાશે તો દેશભરમાં અંદાજે 24 લાખ એક્સ સર્વિસમેનના પેન્શન પર અસર થશે અને તેમને લાભ પહોંચશે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનાના અમલમાં વચ્ચે આવતા તમામ અવરોધો હવે દૂર થયા છે.

English summary
Good news for ex-servicemen : One rank one pension reality soon in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X