For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSTના નવા દરો થયા જાહેર, જાણો શું થશે મોંઘુ ને શું થશે સસ્તું

જીએસટીના નવા દર સાથે સોના અને બીડી પર શું જીએસટી દર લાગુ થયા વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

જીએસટીના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. જેના કારણે શું મોંધુ થશે અને શું સસ્તુ તેની વ્યાખ્યા પાછી બદલાઇ છે. શ્રીનગરની ઠંડી હવાની વચ્ચે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ જીએસટી પર તમામ નવા દરો નક્કી કર્યા હતા. જેની જાહેરાત પણ કરવામાં આવી છે. આ બેઠક પછી કાઉન્સિલે 66 વસ્તુઓ પર જીએસટી દરો ઓછા કર્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ અફવાઓની વચ્ચે સરકારે સ્પષ્ટતા આપી છે કે 1 જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ થશે અને વાતમાં શંકાને કોઇ સ્થાન નહીં રહે. ત્યારે શું છે આ નવા દર તે અંગે જાણો અહીં....

અરુણ જેટલી

અરુણ જેટલી

અરુણ જેટલીએ કહ્યું કે સામાન્ય લોકોને મુશ્કેલી ના પડે તે માટે જીએસટીના દરો ઓછા કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે ઉદ્યોગપતિઓને પણ મોટી રાહત આપતા કહ્યું છે કે 75 લાખ વાર્ષિક ટર્નઓવર વાળા વેપારી જીએસટીના ક્ષેત્રેની બહાર રાખવામાં આવશે. સાથે જ ટ્રેડર્સ 1 ટકાનો ટેક્સ આપશે, મેન્યૂફેક્ચર્સ 2 ટકા અને હોટલ વેપારીઓને 5 ટકા ટેક્સ આપી જીએસટી ક્ષેત્રથી બહાર રહી શકશે.

જીએસટીના નવા દર

જીએસટીના નવા દર

તમને જણાવી દઇએ કે જીએસટી કાઉન્સિલે આ વસ્તુઓ પર જીએસટીના નવા દર લાગુ કરવામાં આવ્યા છે.

  • ઇન્સ્યુલિન પર પહેલા 12 ટકા જીએસટી લગાવવામાં આવ્યો હતો જે ઓછો કરીને 5 ટકા કરવામાં આવ્યો છે.
  • સ્કૂલ બેગ પર પહેલા 28 ટકા જીએસટી હતો તે હવે 18 ટકા કરવામાં આવ્યો છે.
  • એક્સરસાઇઝ બુક્સ પર જીએસટી 18 ટકાથી ઓછું કરી 12 ટકા કરવામાં આવ્યું છે.
  • કોમ્પ્યૂટર પ્રિંટર્સ પર જીએસટી 28 ટકાથી ઓછી કરી 18 ટકા કરવામાં આવ્યું છે.
  • અગરબત્તી પર 12 ટકાને બદલે 5 ટકા જીએસટી લાગુ કરાયું છે.
  • કાજૂ પર જીએસટી 12 ટકાથી ઓછું કરીને 5 ટકા કરવામાં આવ્યું છે.

જીએસટીના નવા દર

જીએસટીના નવા દર

  • ડેન્ટલ વેક્સ પર નવા દરે 8 ટકા જીએસટી લાગશે.
  • કલરિંગ બુક્સ પર જીએસટી 0 ટકા કરવામાં આવ્યું છે.
  • પ્રી-કોસ્ટ કોક્રીટ પાઇપ્સ પર જીએસટી 28 ટકાથી ઓછું કરીને 18 ટકા કરવામાં આવ્યું છે.
  • પ્લાસ્ટિક ટર્પોલિન પર જીએસટી 28 ટકાથી ઓછું કરીને 18 ટકા કરવામાં આવ્યું છે.
  • કટલરી પર જીએસટી 18 ટકાથી ઓછું કરીને 12 ટકા કરવામાં આવ્યું છે.
  • ટેક્ટર કંપોનેન્ટ્સ પર જીએસટી હવે 18 ટકા લાગશે.

સોનું અને બીડી

સોનું અને બીડી

આ સિવાય સોનું અને બીડી પર પણ ટેક્સ દર નક્કી કરવામાં આવ્યા છે. બીડી પર 28 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. તો 500 રૂપિયાથી ઓછાના ફૂટવેર પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. સોના પર પણ 10 ટકા કસ્ટમ ડ્યૂટી, 1 ટકા એક્સાઇઝ ડ્યૂટી અને વેચાણ પર 1 ટકો વેટ લગાવવામાં આવ્યો હતો તે પર હવે 5 ટકા દર લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 5 ટકા ખાલી મેકિંગ ચાર્જ પર લાગશે બાકી ગોલ્ડ બાર પર જીએસટી દર બીજા રહેશે.

English summary
Govt Finalised GST Rates in India and Here we provide complete information for GST Rate in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X