For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST લાગુ થયા બાદ શું થયું સસ્તું, શું થયું મોંઘુ?

જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, 29 ચીજવસ્તુઓ પર 5 ટકાનું જીએસટી લાગશે, જેમાં 19 ચીજવસ્તુઓ પર પહેલા કરતા વધુ ટેક્સ લાગશે, જ્યારે બાકીની 10 ચીજવસ્તુઓ પર ટેક્સ ઓછો લાગશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

જીએસટી કાઉન્સિલે ચાર સ્તરીય જીએસટી ટેક્સ ની સંરચના તૈયાર કરી છે, જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા તથા 28 ટકાના ટેક્સનો સમાવેશ થાય છે. જરૂરિયાતની ચીજવસ્તુઓ પર ઓછો તથા લક્ઝરી ચીજવસ્તુઓ પર વધુ ટેક્સની વ્યવસ્થા આમાં કરવામાં આવી છે. અહીં અલગ-અલગ સામાન માટેના દરો પણ અલગ છે. એના કારણે કેટલીક ચીજવસ્તુઓ પહેલા કરતાં સસ્તી થશે તથા કેટલીક પહેલાં કરતાં મોંઘી.

5 ટકા ટેક્સ સ્લેબ

5 ટકા ટેક્સ સ્લેબ

જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. 29 ચીજવસ્તુઓ પર 5 ટકા જીએસટી લાગશે, જેમાં 19 ચીજવસ્તુઓ પર પહેલા કરતાં વધુ ટેક્સ લાગશે, જ્યારે બાકીની 10 ચીજવસ્તુઓ પર પહેલાંની સરખામણીમાં ઓછો ટેક્સ લગાવવામાં આવશે.

ચા, કોફી થશે મોંઘા

એડિબલ ઓઇલ, ચણાના ખાદ્યપદાર્થો, દાળ તથા તેમાંથી બનતા ખાદ્યપદાર્થો, ચિકન, ચા અને કોફી પર 3થી 5 ટકા ટેક્સ લાગે છે, જીએસટી લાગુ થયા બાદ હવે આ તમામ વસ્તુઓ વધુ મોંઘી થશે. આ તમામ વસ્તુઓ પર 5 ટકા ટેક્સ લાગશે.

ઘી, બટર અને ટેક્સીના ભાવમાં ઘટાડો

ઘી, બટર અને ટેક્સીના ભાવમાં ઘટાડો

હાલ વનસ્પતિ ઘી, માખણ કે બટર, ટેક્સી-રિક્ષાનું ભાડુ, કોફી પાઉડર પર 7થી 9 ટકા ટેક્સ લાગે છે. નવા દરો લાગુ થતાં આ તમામ વસ્તુઓ પર હવે માત્ર 5 ટકા ટેક્સ લાગશે. જેથી આ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થશે.

28 ટકા ટેક્સ સ્લેબ

28 ટકાના ટેક્સ સ્લેબમાં 50 ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સ્લેબ લાગુ થતા મોટાભાગની ચીજવસ્તુઓ પર લાગતા ટેક્સમાં ઘટાડો થશે. કેટલીક ચીજવસ્તુઓ એવી છે, જેના પર 28 ટકા ટેક્સ બાદ લગભગ 25 ટકા સેસ લાગવાને કારણે તેની કિંમતમાં વધારો થઇ શકે છે.

ઠંડા પીણા થશે સસ્તા

ઠંડા પીણા થશે સસ્તા

હાલના સમયમાં બોટલ તથા કેનવાળા ઠંડા પીણા પર 38 ટકા ટેક્સ લાગતો હતો. નવા દરમાં આ ટેક્સ ઘટીને 28 ટકા થયો છે. જેને કારણે તેની કિંમતમાં પણ ઘટાડો જોવા મળશે.

કાર પણ થશે સસ્તી

કાર અને જીપ પર હાલ 31 ટકા ટેક્સ વસૂલવામાં આવતો હતો, જીએસટી દરમાં આ ટેક્સ ઘટીને 28 ટકા થયો છે. આથી કાર તથા જીપની કિંમતમાં પણ ઘટાડો થવો જોઇએ. જો કે, લક્ઝરી કાર પર સરકાર 25 ટકા સેસ લગાવશે, જેથી આ કારની કિંમતોમાં વધારો જોવા મળશે.

સાબુ, શેમ્પુ તેલ, પરફ્યૂમની કિંમત ઘટશે

સાબુ, શેમ્પુ તેલ, પરફ્યૂમની કિંમત ઘટશે

કપડા ધોવાના સાબુ, સોડા પાવડર, હેર ઓઇલ, શેમ્પુ, લોશન, પરફ્યૂમ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ વગેરે જેવી વસ્તુઓ પર હાલ 29 ટકા ટેક્સ લાગે છે, જીએસટી લાગુ થતા આ ટેક્સ ઘટીને 28 ટકા થયો છે. પરિણામે આ તમામ ચીજવસ્તુઓ પહેલા કરતાં સસ્તી થશે.

28 ટકા સ્લેબમાં શું થશે મોંઘુ?

28 ટકા સ્લેબમાં આમ તો દરેક ચીજવસ્તુ પરના ટેક્સમાં ઘટાડો થશે, પરંતુ લક્ઝરી ચીજવસ્તુઓ, તમાકુ વગેરે પર 25 ટકા સેસ લાગશે. આ કારણે આ વસ્તુઓની કિંમત વધશે.

English summary
What will happen after GST bill be implemented on 1 July?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X