For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST Impact : ક્રેડિટ કાર્ડ અને વીમા પર આવશે આ સંકટ

1 જુલાઇથી જીએસટી લાગુ થવાથી ક્રેડિટ કાર્ડનું બિલ અને વીમાનું પ્રિમિયર પણ થશે મોંધુ. વિગતવાર જાણો અહીં

|
Google Oneindia Gujarati News

આગામી 1 જુલાઇથી જીએસટી લાગુ થશે અને સાથે તેવી ધણી વસ્તુઓ મોંધી થઇ જશે જે મારા અને તમારા રોજ બરોજના કામમાં આવે છે. આ લિસ્ટમાં ક્રેડિટ કાર્ડનું બિલ અને વીમાનું પ્રિમિયર પણ છે. જીએસટી લાગુ થવાથી તમારે આ બન્ને વસ્તુના ઉપયોગ પર વધુ પૈસા ચુકવવા પડશે. સાથે આ અંગે બેંકો તરફથી પણ ચેતવણી રૂપ મેસેજ આવવા લાગ્યા છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો વિગતવાર જાણો અહીં...

ક્રેડિટ કાર્ડ બિલ

ક્રેડિટ કાર્ડ બિલ

હવે તમારે ક્રેડિટ કાર્ડ બિલ જેવી સેવા પર પણ સર્વિસ ટેક્સ આપવો પડશે. જે કુલ દર 15 ટકા છે. જ્યારે 1 જુલાઇથી જીએસટી લાગુ થયા પછી વધશે. જીએસટી લાગુ થયા પછી તમારે 15 ટકાના બદલે 18 ટકા જીએસટી આપવો પડશે. આ નાણાંકીય સેવાઓ 18 ટકા જીએસટી સ્લેબમાં રાખવામાં આવી છે. આના કારણે તમારી બેંકોથી જોડાયેલી કોઇ પણ સેવા જેમ કે ક્રેડિટ કાર્ડ પર પણ હવે તમારે 18 ટકા સર્વિસ ટેક્સ આપવો પડશે.

વીમો

વીમો

આ સિવાય એડોવમેન્ટ પોલીસીના પ્રીમિયરની ચૂકવણી પછી જીએસટી હેઠળ તમામ ગ્રાહકોને 2.25 ટકાનો ટેક્સ આપવો પડશે. તમને જણાવી દઇએ કે હાલમાં આ પોલીસી પર ખાલી 1.88 ટકા જ ટેક્સ લાગતો હતો. તમને જણાવી દઇએ કે 30 જૂનથી રાતના 12 વાગ્યાથી સંસદના કેન્દ્રીય હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં જીએસટી લાગુ કરવામાં આવશે.

મોબાઇલ બિલ

મોબાઇલ બિલ

જીએસટી લાગુ થવાથી મોબાઇલ બિલ પણ વધશે. 1 જુલાઇથી પછી તમારી 15 ટકા સર્વિસ ટેક્સના બદલે 18 ટકા જીએસટી આપવો પડશે. આ સિવાય જીએસટી આવતા જ હવાઇ યાત્રા, ટ્રેન યાત્રા અને હોટલોમાં ખાવું પણ મોધુ થઇ જશે.

ગુજરાતમાં વિરોધ

ગુજરાતમાં વિરોધ

વેપારીઓ ગુજરાતમાં જીએસટીનો મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે. તેમનું આ અંગે વિરોધ પ્રદર્શન પણ કર્યા છે અને કલેક્ટરને આવેદન પણ આપ્યું છે. ત્યારે 1 જૂનથી જ્યારથી જીએસટી લાગુ થશે ત્યારે અનેક વસ્તુઓના ભાવમાં ધરખમ ફેરફાર જોવા મળશે તે વાત તો નક્કી છે.

English summary
GST IMPACT: credit card bill and insurance premium will increase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X