For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST Impact : દુકાનમાં જઇને ખમણ-ઢોકળા ખાનાર થઇ જાવ સાવચેત!

જીએસટી લાગુ થતા જ ખમણ ઢોકળા ખાનર લોકોની મુશ્કેલી વધી ગઇ છે.ગુજરાતી તરીકે જો તમે પણ મીઠાઇના શોખીન હોવ તો લેખ જરૂરથી વાંચજો. જેથી તમે પોતાનું ખોટું નુક્શાન કરાવતા બચી શકો.

By Chaitali
|
Google Oneindia Gujarati News

બજારમાં જઇને ખાવાનો શોખ મોટા ભાગના ગુજરાતીને હોય જ છે! કંઇ ના હોય તો રવિવારે આઇસ્ક્રીમ ખાવાના નામે પણ આપણે લોકો બજારનું ખાઇ લઇએ છીએ. પણ હવે જીએસટી લાગુ પડી ગયો છે જેના કારણે બજારમાં જઇને તમારા ખાવાના શોખ મોંધો બની ગયો છે. ચલો હોટલમાં જઇને ડિનર કે લંચની વાત છોડી પણ દઇએ તો પણ તમારું દુકાનમાં જઇને ખમણ કે રસમલાઇ ખાવું પણ મુશ્કેલ થઇ ગયું છે તેવી સંભાવના જીએસટીના કારણે ઊભી થઇ છે. તો જો તમે પણ બજારમાં જઇને ઊભે ઊભે સમોચા, જલેબી કે ખમણ ઝાપટતા હોવ તો જરા આ લેખ ખાસ વાંચજો....

જીએસટીની લીલા!

જીએસટીની લીલા!

જીએસટીના નિયમ મુજબ જો તમે કાઉન્ટર પર ઊભા રહીને મીઠાઇ ખાવ છો તો મીઠાઇની કિંમત સિવાય તમારી પર 5 ટકા જીએસટી લાગુ પડે છે. ત્યાં જો તમે દુકાનમાં લાગેલી ટેબલ પર બેસીને વેટર જોડે મીઠાઇની એક પ્લેટ મંગાવો છો તો તમને જીએસટી રૂપે 18 ટકાના લેખે બિલ ચૂકવવું પડશે. સાંભળવામાં ભલે મજાક લાગે પણ સરકારની નવી વ્યવસ્થા મુજબ જોવા જઇએ તો આ વાત જ સાચી છે.

ઢોકળા

ઢોકળા

જેમ જીએસટી પર અલગ અલગ મિઠાઇ ખાવા માટેના અલગ અલગ નિયમ છે તે મુજબ જ ઢોકળા માટે પણ જીએસટીના દર અલગ છે. જો તમે કાઉન્ટર પરથી જ ઢોકળા કે ખમણ બાંધાવીને જતા રહો છો તો તમને 12 ટકા જીએસટી આપવું પડશે. અને જો તમને મન થયું કે લાવને ગરમા ગરમ ખમણ અને ચટણીને એક-બે પ્લેટ અહીં જ ખાતો લઉં. તો તમારી આ ઇચ્છા માટે તમારે 18 ટકા દરે જીએસટી ચૂકવવો પડશે.

દુકાનદારોની વ્યાખ્યા

દુકાનદારોની વ્યાખ્યા

તમામ દુકાનદારો પોતાના હિસાબે જીએસટીની વ્યાખ્યા આપે છે. કેટલાક દુકાનદારોનું કહેવું છે કે ભલેને તેમના ગ્રાહકો દુકાનમાં જે ટેબલ-ખુરશી લગાવી છે તે પર બેસીને ખાવાનું ખાય. તે આની પર વધારે પૈસા નથી લેતા અને ખાલી 5 ટકા જ જીએસટી ચાર્જ લે છે. ત્યાં બીજી બાજુ કેટલાક કેટલાક દુકાનદાર તેવા પણ છે જે માને છે કે અમારી જોડે વધુ જગ્યા છે અમે વધુ સુવિધા પણ આપીશુંને વધુ ટેક્સ પણ લઇશું. આમ દરેક દુકાનદાર અહીં પોત પોતાની રીતે જીએસટીના નિયમોને લઇ રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન છે.

જીએસટી

જીએસટી

જો કે જીએસટી 1 જૂનથી લાગુ તો થઇ ગયું છે પણ વેપારીઓ હજી પણ તેના નિયમોને લઇને મોટા પ્રમાણમાં ગેરસમજ ધરાવે છે. આમ જોવા જઇએ તો જીએસટીને લાગુ કરવા કરતા તેને આચરણમાં મૂકવું વસ્તુ મુશ્કેલી ભર્યું છે.

English summary
Gst Impact: eating sweets at shop counter is cheaper than seated at table.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X