For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HDFCએ ફિક્સ રેટની હોમ લોન લોન્ચ કરી, ડિપોઝિટ રેટ ઘટાડ્યા

|
Google Oneindia Gujarati News

મોર્ગેજ લેન્ડર એચડીએફસી (Housing Development Finance Corporation - HDFC)એ નવા વર્ષમાં ગ્રાહકોને આકર્ષવા માટે મર્યાદિત સમય માટે ફિક્સ વ્યાજ દરોવાળી હોમ લોન પ્રોડક્ટ રજૂ કરી છે. આ ઉપરાંત એચડીએફસીએ તેની વિવિધ પ્રોડક્ટ્સ અને વિકલ્પો પર ડિપોઝિટ રેટમાં 15 બેઝિસ પોઇન્ટનો ઘટાડો પણ કર્યો છે.

HDFCએ TRUFIXED (ટ્રુફિક્સ્ડ) પ્રોડક્ટ હેઠળ કોઇ પણ ગ્રાહક 2થી 10 વર્ષના સમયગાળા માટે ફિક્સ વ્યાજ દરે લોન મેળવી શકે છે. આ સમયગાળા બાદ લોન આપોઆપ એચડીએફસીના એડજેસ્ટેબલ રેટ હોમ લોન (ARHL) પ્રોડક્ટમાં તબદીલ થશે. આ તબદીલી માટે કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહી. આ સમગ્ર જાહેરાત કંપનીએ એક નિવેદનમાં કરી હતી.

home-loan-4

નોંધનીય છે કે આ મહિનાના આરંભમાં એક્સિસ બેંક દ્વારા રૂપિયા 50 લાખ સુધીની લોન 20 વર્ષના ગાળા માટે 10.40 ટકાના વ્યાજ દરે રજૂ કરી હતી.

નોંધનીય છે કે આ પ્રોડક્ટ્સ એવા ગ્રાહકો માટે છે જે તેમના હોમ લોનના દરો લોક કરવા માંગે છે. તેઓ 10 વર્ષ સુધી વ્યાજ દરોમાં કોઇ પ્રકારનું સાહસ કરવા માંગતા નથી.

નોંધનીય છે કે અહીં વર્ષ 2 અને વર્ષ 3 માટે વ્યાજ દર 10.15 ટકાથી 10.35 ટકા રહેશે, જ્યારે 10 વર્ષ માટે તે પ્રતિ વર્ષ 10.25 ટકાથી 10.50 ટકા સુધી રહેશે.

આ ઓફર 22 ડિસેમ્બર, 2014થી 31 ડિસેમ્બર, 2015 સુધી અરજી કરનારાઓ માટે રહેશે આ ઉપરાંેત 31 માર્ચ, 2015 પહેલા ડિસએમ્બર્સમેન્ટ કરનારાઓ માટે રહેશે. ફિક્સ રેટનો સમયગાળો પૂરો થયા બાદ લોન રેટ ફલોટિંગ રેટને અનુસરશે. ફ્લોટિંગ રેટ ARHL અનુસાર રહેશે.

English summary
HDFC launches fixed rate home loan; lowers deposit rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X