For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડુપ્લિકેટ કે ગુમ થયેલા આધાર કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

|
Google Oneindia Gujarati News

આપનું આધાર કાર્ડ ગુમ થઇ ગયું હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. બીજું આધાર કાર્ડ મેળવવા માટે અરજી કરી શકાય છે. જો કે આ બીજા કાર્ડ બાદ આપે સાવધાની રાખવી જરૂરી છે. કારણ કે તેમાં આપની તમામ ફાઇનાન્શિયલ વિગતો રહેલી હોવાથી તે ક્યારે આપને નુકસાન પહોંચાડી શકે છે.

જો આપને આપનો આધાર નંબર યાદ હોય અથવા તો આપની પાસે આધાર એક્નોલેજમેન્ટ સ્લિપ હોય, જે આપને રજિસ્ટ્રેશન સમયે આપવામાં આવે છે, તો આપ આપના ખોવાયેલા આધાર કાર્ડની ડુપ્લિકેટ કોપી ઓનલાઇન કાઢી શકો છો.

aadhar1

આપે ડુપ્લિકેટ આધાર કાર્ડ ઓનલાઇન મેળવવા માટે નીચેની પ્રક્રિયા હાથ ધરવી પડશે...

- ઇ આધાર ઓનલાઇન પોર્ટલની મુલાકાત લો
- આપની રજિસ્ટ્રેશન વિગતો જેવી કે (એનરોલમેન્ટ નંબર અને તારીખ, સમય, નામ અને પિનકોડ) વગેરે આધારકાર્ડ એક્નોલેજમેન્ટ સ્લિપમાંથી ભરો.
- આપ આપનો આધાર કાર્ડ નંબર જાણતા હોવ તો તે વિગત આપો.
- આઇ હેવ ઓપ્શનમાંથી આધાર રેડિયો બટન પર ક્લિક કરો.
- આપને એટીપી (વન ટાઇમ પિન) પાસવર્ડ એસએમએસ આપના રજિસ્ટર્ડ મોબાઇલ પર મળશે.
- આપ વેબસાઇટ પર ઓટીપી એન્ટર કરો
- આપને ડાઉનલોડ આધાર ડુપ્લિકેટ કોપીનું ઓપ્શન જોવા મળશે.

આ ફાઇલ પીડીએફ ફોર્મેટમાં હશે. તેને સાચવીને રાખવી જોઇએ. તે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. જો આપને પાસવર્ડ ખબર ના હોય તો ચિંતા ના કરશો. આપનો પાસવર્ડ આપનો પિનકોડ નંબર હોય છે. તેની પ્રિન્ટઆઉટ કોપી ઓરિજિનલ કોપી સમાન હોય છે.

English summary
How to Apply for Duplicate or lost Aadhaar Card online?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X