For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UAN નંબરની મદદથી EPF કે પ્રોવિડન્ડ ફંડ બેલેન્સ કેવી રીતે ચેક કરશો?

|
Google Oneindia Gujarati News

આપણામાંથી મોટા ભાગના લોકો એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડમાં એકાઉન્ટ ધરાવતા હશે. આ કારણે તેઓ કંપનીઓની મદદથી સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલા યુનિવર્સલ એકાઉન્ટ નંબર અંગે પણ જાણતા જ હશે.

આ વર્ષનવા પ્રારંભમાં જ મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ દ્વારા તમામ કંપનીઓ અને સંગઠનોને સૂચના આપી હતી કે તેમના જેટલા કર્મચારીઓ પીએફ એક્ટનો ભાગ પ્રોવિડન્ડ ફંડ કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ સાથે સંકળાયેલા હોય તેમને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપવાની પ્રક્રિયા શરૂ કરે.

epfo-1

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન - UAN) ઇપીએફમાં ફાળો આપતા દરેક સભ્ય માટે ફાળવવામાં આવી રહ્યો છે. જેની મદદથી આપ આપનું પીએફ સ્ટેટસ જાણી શકશો. આપની જોબ બદલાશે તો પણ આ UAN નંબર બદલાશે નહીં. ત્યારે આ નંબર કેવી રીતે કામ કરશે અને ઇપીએપની માહિતી કેવી રીતે મળશે.

સરકારના તાત્કાલિક પ્રયાસોને કારણે દેશમાં ઘણા કર્મચારીઓને UAN નંબર મળી ગયા છે. હવે આ નંબરની મદદથી આપણે આપણું પીએફ બેલેન્સ જાણી શકીશું.

UAN નંબરની મદદથી EPF બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાશે?

આ માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે આપે આ યુઆરએલ ખોલવું પડશે : http://uanmembers.epfoservices.in/

આ સાઇટ પર પહોંચ્યા બાદ પેજમાં જમણા હાથ બાજુ લોગિન વિકલ્પ આવે છે. તેમાં આપે આપનું લોગિન એક્ટિવ કરવાનું છે. આ માટે "activate your login" ક્લિક કરો. ત્યાર બાદ આપની સમક્ષ એક બોક્સ આવશે જેમાં લખ્યું હશે કે "I have understood the instructions".

આટલું કર્યા બાદ આપની પાસેથી કેટલીક માહિતી માંગવામાં આવશે. જે આપે તેમાં ભરવાની રહેશે. જેમાં...

1. આપનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર ભરો,
2. આપનો મોબાઇલ નંબર ભરો.
3. આપના રાજ્ય અને ઓફિસનું નામ ભરો.
4. બોક્સમાં આપેલા કેરેક્ટર્સ ભરો.

ત્યાર બાદ આપ આપના મોબાઇલ પર એક પિન નંબર મેળવશો. જે એન્ટર કર્યા બાદ આપને આપનું પીએફ બેલેન્સ જાણવા મળશે.

તારણ :
નોંધનીય છે કે આપ આપનો પીએફ બેલેન્સ જાણો તે પહેલા આપની પાસે આપનો યુએએન નંબર અને પીએફ સંબંધિત અન્ય વિગતો હોવી જોઇએ. જો આપની કંપનીએ આપને આ સુવિધા પ્રદાન કરી ના હોય તો આપ માંગણી કરી શકો છો.

English summary
How to Check EPF or Provident Fund Balance With UAN Number?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X