For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 વર્ષ સુધી ક્લેમ ના કરેલી બેંક ફિક્સડ ડિપોઝિટ કેવી રીતે ક્લેમ કરવી?

|
Google Oneindia Gujarati News

અનેકવાર એવું બને કે ભાગદોડના જીવનમાં આપણે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકી હોય અને પછી તેને ભૂલી ગયા હોઇએ. અથવા એવું પણ બને કે આપે કરાવેલી એફડીની રિસિપ્ટ ગુમ થઇ ગઇ હોય, અચાનક તે મળી આવે.

ત્યારે આપણને પ્રશ્ન થાય કે અનેક વર્ષો બાદ એટલે કે લગભગ 10 વર્ષ સુધી જે એફડી માટે દાવો કર્યો નથી તેના માટે દાવો કરી શકાય ખરો?

આપને જણાવી દઇએ કે 10 વર્ષ કે તેથી વધારે સમય માટે અનક્લેઇમ્ડ રહેલી ફિક્સ્ડ ડિપોઝિટ અંગે દાવો રજૂ કરવા માટે બેંકોએ માર્ગદર્શિકા તૈયાર કરી હોય છે. આપણે તેને અનુસરવું પડે છે.

personal-finance-600

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની સૂચના અનુસાર બેંકોએ 10 વર્ષ કે તેથી વધારે સમયથી અનક્લેઇમ્ડ ફિક્સ ડિપોઝિટ્સ અને ઓપરેટ નહીં કરાતા બેંક ખાતાઓની યાદી જાહેરમાં રજૂ કરવી પડે છે.

ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડર કોઇ પણ સમયે ઓનલાઇન સર્ચ કરી શકે છે કે તેની એફડીનું સ્ટેટસ શું છે. કાયદેસર રીતે પણ તે યોગ્ય છે. જેમ કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના ઇનઓપરેટિવ એકાઉન્ટની યાદી સૌ કોઇ જોઇ શકે છે. એવી જ રીતે અન્ય બેંકોની યાદી પણ જોઇ શકાય છે.

વ્યક્તિને કઇ કઇ માહિતી જોઇએ?
કોઇ પણ ખોવાયેલી એફડીની વિગતો મેળવવા માટે વ્યક્તિ પાસે એ માહિતી હોવી આવશ્યક છે કે એફડીમાં નામની આગળ Mr/Mrs લખ્યું હતું કે સીધું નામ જ લખવામાં આવ્યું હતું.ત્યાર બાદ શહેર અને રાજ્યનું નામ જોઇએ છે. આમ કરવાથી ઇનઓપરેટ એફડીની યાદી સર્ચ કરી શકાશે. જો આપને યોગ્ય માહિતી મળી જાય તો આપ આપનું નામ, સરનામુ, ટેલિફોન આઇડી, ઇમેઇલ આઇડી વગેરે મોકલી શકો છો.

આ વિગતો આપ્યા બાદ જે તે શાખાના બ્રાન્ચ અધિકારીઓ આપને આપવામાં આવેલા રેફરન્સ નંબરને આધારે આપનો સંપર્ક કરશે.

બ્રાન્ચ સાથે આપનો સંપર્ક થયા બાદ આપની પાસે ફોટો આઈડી અને એડ્રેસ પ્રુફ જોઇશે. જો આ એફડી ક્લેમ કરવામાં કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો આપે અન્ય દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે. આ સંદર્ભમાં બેંકની શાખા આપની મદદ કરી શકે છે.

English summary
How to claim an unclaimed bank fixed deposit after more than 10 years?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X