For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

18 ડિસેમ્બર : આજે બજારની ચાલ કેવી રહેશે?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 ડિસેમ્બર : આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા બાદ જોવા મળેલી રિકવરીને પગલે માર્કેટ ફરી તેજીની ચાલ ચાલે એવું જોવા મળી રહ્યું છે. ફેડરલ રિઝર્વ બેંક દ્વારા હાલ વ્યાજદરમાં કોઈ વધારો ન કરવાના સંકેત મળતાં અમેરિકન બજારમાં જોરદાર રેલી જોવા મળી છે.

બીજી તરફ ડાઓ જોન્સમાં પોણા ત્રણસો પોઇન્ટ્સ સુધીનો ઉછાળો આવ્યો છે. નાસ્ડેક અને S&P પણ 2 ટકા સુધી ઉછળ્યા. અમેરિકાની તેજીએ એશિયામાં પણ રાહત આપી છે. નિક્કેઇ 2 ટકા સુધી ઉછળ્યો છે. સિંગાપોર નિફ્ટીમાં 1 ટકા જેટલી મજબૂતી જોવા મળી છે.

આ કારણે ભારતીય શેરબજારમાં પણ આજે બુલિશ ટ્રેન્ડ જોવા મળશે એમ એક્સપર્ટ્સ માને છે. આજે ભારતીય માર્કેટની નજર કયા મુદ્દા પર રહેશે તે જોઇએ...

1. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે

1. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે


લોકસભામાં પાસ થયું કંપની એક્ટ અમેન્ડમેન્ટ બિલ. નવા કાનૂનથી દેશમાં બિઝનેસ કરવાનું આસાન રહેશે. કારોબાર સમેટવાના કેસમાં ફક્ત બે સભ્યોની બેન્ચ કરશે સુનાવણી.

2. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે

2. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે


સ્પાઇસજેટને જૂના પ્રમોટર અજય સિંહનો સાથ મળવાની શક્યતા. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પૈસા લઈને જેટ ફ્યુલ પર્યાપ્ત કરવાનું શરૂ કરતા સ્પાઇસ જેટ્સની ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ શકી છે.

3. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે

3. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે


KYC નિયમોના ઉલ્લંઘનના કેસમાં RBIનું કડક વલણ અપનાવ્યું છે. ICICI બેન્ક અને બેન્ક ઑફ બરોડા પર દંડ ફટકાર્યો છે. SBI, એક્સિસ બેન્ક અને બેન્ક ઑફ પટિયાલાને ચેતવણી આપી દીધી છે.

4. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે

4. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે


અમેરિકન બજાર
- કાચા તેલમાં સ્થિરતા અને FOMCની બેઠક બાદ અમેરકિન બજારમાં ઉછાળો.
- જેનેટ યેલેનના જણાવ્યા મુજબ પોલિસીમાં કોઇ ફેરફાર નહિ.ફેડ વર્ષ 2015ના મધ્ય સુધીમાં વ્યાજદરમાં ફેરફાર કરશે.
- CPIમાં 2008 બાદ સૌથી મોટો ઘટાડો. CPI ઘટીને 0.3% રહ્યો.
- US અને ક્યુબાના સંબંધોમાં સુધાર, અમેરિકન કંપનીઓને થશે ફાયદો
- આજે રહેશે નજર અમેરિકાના બેરોજગારીના આંકડા પર.

5. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે

5. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે


યુરોપિયન બજાર
- ઘટાડા સાથે શરૂ થયેલા બજારમાં રિકવરી.
- કાચા તેલના ભાવ સ્થિર થતા એનર્જી અને માઇનિંગ સ્ટોકમાં તેજી.
- રશિયામાં એક્સપોઝ્ડ સ્ટોકમાં સૌથી મોટો ઘટાડો.
- રશિયાના નાણાં મંત્રીના નિવેદન બાદ રૂબલમાં રિકવરી, રશિયાએ વિદેશી ચલણના બોન્ડ વેંચવાના શરૂ કર્યા.
- રશિયા ક્રુડના ઉત્પાદનમાં કોઇ બદલાવ નહિ કરે UK વેજીસમાં સારો વધારો.

6. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે

6. માર્કેટની નજર આ મુદ્દાઓ પર રહેશે


એશિયન બજાર
- ચીનના નવેમ્બર હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ પર આજે નજર.
- આજથી જાપાનમાં 2 દિવસની મિટિંગ શરૂ થશે.

English summary
How Indian stock market perform today, December 18, 2014?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X