For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : મિડ કેપ શેર્સે કેવી રીતે રોકાણકારોને આપ્યું ઊંચું વળતર?

|
Google Oneindia Gujarati News

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આ દિવાળી લક્ષ્મીજીની કૃપા લઇને આવી છે. જેના કારણે આવનારું એક વર્ષ સારું જશે તેવી આશા બાંધવામાં આવી છે. ભારતીય શેરબજારોએ છેલ્લા એકવર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે આકર્ષણ જમાવવામાં ઘણી મહેનત કરી છે. જેનો લાભ માર્કેટને મળ્યો છે.

દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રમાં સ્થિર સરકારની રચના, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ તથા લોકોના આત્મવિશ્વાસમાં થયેલા વધારાને પગલે લાર્જ-કેપ્સની સાથે સાથે મિડ-કેપ શેરોમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળવાની સાથે ઊંચું વળતર પણ મળ્યું છે.

લગભગ છેલ્લાં બે વર્ષથી નબળા રહેલાં મિડ-કેપ શેરોમાં આ વર્ષે નોંધપાત્ર ઉછાળો જોવાયો છે. બીએસઇ મિડ-કેપ ઇન્ડેક્સમાં બાવન ટકાનો ઉછાળો જોવાયો છે. કેટલાક શેરોમાં આ સમયગાળા દરમિયાન 450 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં જંગી વળતર આપનારા શેરોની યાદી અહીં પ્રસ્તુત છે.

NBCC

NBCC

રિટર્ન - 455 %
ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 1,049
એનબીસીસી સરકારી હાઉસિંગ કોલોનીના રિડેવલપમેન્ટ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ, મંત્રાલયના પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આધારે હાથ ધરે છે. કંપનીની નવા ઓર્ડરની સ્થિતિને ધ્યાનમાં લેતાં નાણાકીય વર્ષ 2014-17ના ઇપીએસ સીએજીઆર 38 ટકાના વૃદ્ધિ દરે રહે તેવી શક્યતા છે. નોમુરાએ આ શેરની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 1,049 રાખી છે.

TVS મોટર કંપની

TVS મોટર કંપની

રિટર્ન - 411 %
ટાર્ગેટ પ્રાઇસ - રૂપિયા 279
સ્કૂટી ઝેસ્ટ અને નવા સ્ટાર સિટી પ્લસના લોન્ચિંગ તથા ઉત્તર ભારતનાં બજારોમાં મોપેડના વેચાણને વેગ આપી દર વર્ષે ટચ પોઇન્ટ્સમાં 10 ટકા વધારો કરવા ઉપરાંત કંપની બીએમડબલ્યુ સાથે નાણાકીય વર્ષ 2015-16ના ચોથા ત્રિમાસિક ગાળામાં બે નવાં પ્રીમિયમ બાઇક્સ લોન્ચ કરી રહી છે જેનાથી કંપનીની વૃદ્ધિને અસાધારણ વેગ મળે તેવી શક્યતા છે.

જેકે લક્ષ્મી સિમેન્ટ

જેકે લક્ષ્મી સિમેન્ટ

રિટર્ન - 388.10%
ટાર્ગેટ પ્રાઇસ - રૂપિયા 375
જેકે લક્ષ્મી સિમેન્ટ ઉત્તર ભારતની પાંચમી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની છે. જે 7 ટકા જેટલો બજાર હિસ્સો ધરાવે છે.

સિમ્ફની

સિમ્ફની

રિટર્ન - 336.53%
ટાર્ગેટ પ્રાઇસ - રૂપિયા 1850
જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં સિમ્ફનીએ વધુ એક વાર નોંધપાત્ર દેખાવ કર્યો છે. કંપનીનો ચોખ્ખો નફો 51 ટકા વધી રૂપિયા 22 કરોડ થયો છે.

મોન્સાન્ટો

મોન્સાન્ટો

રિટર્ન - 309%
ટાર્ગેટ પ્રાઇસ - રૂપિયા 3,500
કંપની FY14-17E સુધીમાં 18 ટકાના સીએજીઆર દરે આવકવૃદ્ધિ અને 25 ટકા પીએટી નોંધાવશે. કંપની દ્વારા છેલ્લાં બે વર્ષમાં લોન્ચ કરાયેલા હાઈબ્રિડના વેચાણમાં નોંધાયેલી 9 ગણી વૃદ્ધિ ખેડૂતોમાં કંપનીની ડેકાલ્બ બ્રાન્ડની સ્વીકૃતિ દર્શાવે છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X