For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોસ્ટ ઓફીસમાં આ રીતે ખોલાવો સુકન્યા સમૃદ્ધિ ખાતું

|
Google Oneindia Gujarati News

વધુને વધુ દિકરીઓ શિક્ષાની સીડી ચઢી શકે તે માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે. જે મુજબ તમારી દિકરી 10 વર્ષથી કે તેનાથી ઓછી ઉંમરની હોય તો પોસ્ટ ઓફિસ જઇને તેના નામનું ખાતું ખોલાવો. આ ખાતું તેને ત્યારે આર્થિક શક્તિ આપશે જ્યારે તે 21 વર્ષની થશે. આ નાણાંનો ઉપયોગ તમે તેના ભણતરમાં કે અન્ય કોઇ કાર્યમાં કરી શકો છો.

girl education

કેવી રીતે ખોલશો ખાતું?

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો.

બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

1.ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો.
2. પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો.
3. દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.
4. પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.
તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો. ફોર્મ ડાઉનલોડ કરો. (જાણો કંઇ કંઇ બેંકમાં ખોલાવી શકો છો સુકન્યા સમૃદ્ધિ ખાતું)

મહત્વની વાત -

1. આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
2. તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
3. આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
4. જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
5. જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
6. જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.
7. આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
8. આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.

તો પછી કંઇ વાતની રાહ જુઓ છો. તમારી દિકરીનું ભવિષ્ય સુધારવા માટે આજે જ આ યોજનાનો લાભ લો.

English summary
The government's move to encourage girl education and save funds for them has got a tremendous response through the Sukanya Samriddhi. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X