For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ગોલ્ડ ઇટીએફ કેવી રીતે અને ક્યાંથી ખરીદી શકાય?

|
Google Oneindia Gujarati News

અનેક રોકાણકારો ગોલ્ડ ઇટીએફ અને ફિઝિકલ ગોલ્ડની ખરીદીમાં શું તફાવત છે અને શું લાભ છે તે જાણવા લાગ્યા છે. રોકાણ કરીને નફો મેળવવા માટે ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં ગોલ્ડ ઇટીએફ વધારે ફાયદાકારી સાબિત થાય છે.

સોનાના સિક્કા અને બાર ખરીદવાની સરખામણીમાં તેમાં ચોરાવાનું, ખોવાઇ જવાનું, તેને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું કોઇ જોખમ રહેતું નથી. આ ઉપરાંત જો આપ તેની સુરક્ષા માટે તેને લોકરમાં મૂકતા હોવ તો આપે લોકર રેન્ટલ આપવાની પણ જરૂર પડતી નથી. આ કારણે ગોલ્ડ ઇટીએફની ખરીદી કરવી હંમેશા ફાયદાકારક સાબિત થાય છે.

gold-bars-coins-1

ગોલ્ડ ઇટીએફ વ્યક્તિને સોનામાં રોકાણ કરવા માટે સોનાને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ખરીદવાની છૂટ આપે છે. વળી ગોલ્ડ ઇટીએફ સોનાના ભાવોને ટ્રેક કરતા હોવાથી જ્યારે પણ આપ ખરીદ વેચાણ કરો તો આપને એક્ઝેટ ગોલ્ડ પ્રાઇસ મળે છે.

ગોલ્ડ ઇટીએફ કેવી રીતે અને ક્યાંથી ખરીદી શકાય?
ગોલ્ડ ઇટીએફ આપ સ્ટોક એક્સચેન્જમાંથી શેર્સ ખરીદો છો તેવી જ રીતે ખરીદી શકાય છે. જેવી રીતે સ્ટોક એક્સચેન્જમાંથી સોનાની ખરીદી અને વેચાણ કરવા માટે આપે શેર બ્રોકર પાસે ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. તેવી રીતે બ્રોકર પાસે ગોલ્ડ ઇટીએફ માટે પણ ખાતું ખોલાવી શકાય છે.

અત્યારે ગોલ્ડ ઇટીએફ ખરીદી શકાય?
આપે અત્યારે ગોલ્ડ ઇટીએફ ખરીદવું જોઇએ કે નહીં તેનો નિર્ણય ભવિષ્યમાં સોનાના ભાવ કેટલા થવાના છે તેના આધારે લેવો જોઇએ. વર્ષ 2013માં સોનાએ નેગેટિવ રિટર્ન આપ્યું હતું. જ્યારે વર્ષ 2014માં તે ફ્લેટ રહ્યો હતો. છેલ્લા બે વર્ષમાં ગોલ્ડ ઇટીએફમાં ખાસ નફો મળ્યો નથી કારણ કે શેરબજારમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.કેટલાક લોકોનું માનવું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે બે ત્રણ વર્ષના રોકાણનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય છે.

English summary
How and where to buy a Gold ETF in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X