જીયોને ટક્કર આપવા, Idea-Vodafone થયા એક

પાછલા લાંબા સમયથી વોડોફોન અને આઇડીયાના વિલીનીકરણની વાતો થઇ રહી હતી. પણ હવે જાહેરાત થતા શેરબજારમાં આઇડીયાના શેયરમાં મોટી તેજી જોવા મળી છે.

Subscribe to Oneindia News

બ્રિટિશ મોબાઇલ સર્વિસ કંપની વોડાફોન અને ભારતીય મોબાઇલ સર્વિસ કંપની આઇડિયા સેલ્યુલરના વિલિનીકરણની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ તે હવે સંયુક્ત રૂપે ભારતની સૌથી મોટી દૂરસંચાર ઓપરેટર કંપની બની ગઇ છે. આ વિલીનીકરણ પછી કંપનીના કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 39 કરોડની આસપાસ પહોંચી ગઇ છે. નોંધનીય છે કે પાછલા લાંબા સમયથી વોડાફોન અને આઇડિયાના વિલીનીકરણની વાત ચાલતી હતી.

idea vodafone

ત્યારે આ વિલય બાદ વોડાફોન પાસે કંપનીના ખાલી 45 ટકા જ ભાગેદારી રહેશે. તો બીજી બાજુ આઇડિયા પાસે 26 ટકા શેયર રહેશે. ત્યારે ટેલિકોમ ક્ષેત્રની આ સૌથી મોટી ડિલ પાછળ જીયો જેવી કંપનીને ટક્કર આપવાની રણનીતિએ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે તેવું સુત્રોનું કહેવું છે. જો કે આ જોડાણ બાદ કંપનીનાઅધિકારીઓએ જણાવ્યું હતું કે તે તેમના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા માંગે છે. સાથે જ તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં બન્ને કંપનીના શેયર બરાબર થઇ જશે. જો કે આ સમાચાર બાદ આઇડિયાના શેયર ખરીદી શેરબજારમાં વધી છે.

English summary
In one of the biggest merger in the telecom space, Vodafone India and Aditya Birla Group-promoted Idea Cellular on Monday announced the much-awaited amalgamation. Read more on this news.
Please Wait while comments are loading...