For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં વૃદ્ધિ દરને 8થી 9 ટકા થઇ શકે, સુશાસન છે ચાવી : અરૂણ જેટલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓક્ટોબર : આજે ભારતના નાણા પ્રધાન અરૂણ જેટલીએ ભારતના અર્થતંત્રને ફરીથી ધમધમતુ કરી શકવાની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર 8થી 9 ટકા વૃદ્ધિદર પ્રાપ્ત કરી શકે છે. આ માટેની ચાવી સુશાસન છે.

અરૂણ જેટલીએ જણાવ્યું કે 'મને હંમેશા આશ્ચર્ય થતું આવ્યું છે કે સામાન્ય સરકારની મદદથી પણ આર્થિક વૃદ્ધિદર પાંચ ટકાની અંદર રહ્યો હતો. વાસ્તવમાં તો ભારત પાસે 8થી 9 ટકાના દરે વૃદ્ધિ કરવાની ક્ષમતા છે. જો આપણી નીતિઓ દમદાર હશે અને સુશાસન હશે તો આપણો વૃદ્ધિદર વધી શકે છે.'

arun-jaitaly-2

નાણા પ્રધાન અરૂણ જેટલીએ CAG કોન્ફરન્સને સંબોધતા આમ જણાવ્યું હતું. આ સાથે તેમણે આ પહેલાની સરકાર પર ભ્રષ્ટાચાર અને કુદરતી સ્રોતોના દુરુપયોગની પણ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે અગાઉની સરકારના કુશાસનને કારણે વર્ષ 2012-13 અને વર્ષ 2013-14માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5 ટકાની અંદર ચાલ્યો ગયો હતો.

મહત્વની બાબત એ છે કે છેલ્લા 10 ક્વાર્ટરમાં એપ્રિલથી જુનમાં વૃદ્ધિદર 5.7 ટકા રહ્યો હતો. ભાજપની આગેવાનીવાળી સરકારે મે મહિનામાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. સત્તામાં આવતા જ તેમણે સુશાસનનું વચન આપ્યું હતું.

નોંધનીય છે કે તાજેતરમાં વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.6 ટકા રહ્યો હતો. આ વૃદ્ધિ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેવા કાયદાઓને લાવવાને કારણે થશે.

English summary
India can grow at 8 to 9 percent; good governance key: FM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X