For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સંભવત: વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા : OECD

|
Google Oneindia Gujarati News

oecd
લંડન, 30 મે : ભારત સંભવત: જાપાનને પાઠલ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. અમેરિકા અને ચીન બાદ ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. પેરિસ સ્થિત થિંક ટેંક ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કૉ-ઑપરેશન એન્ડ ડેવલપમેન્ટ) દ્વારા ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 5.3 ટકા કર્યું હોવા છતાં આ વાત કહી છે.

ઓઇસીડીના આર્થિક દ્રષ્ટિકોણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન આવનારા કેટલાક વર્ષોમાં અમેરિકાને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે એમ છે. જ્યારે ભારતે આ બાબતમાં તાજેતરમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન મેળવી લીધું છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020ની આસપાસ પ્રમુખ દેશોમાં ચીન સૌથી વધારે આર્થિક વૃદ્ધિ સાથે સૌથી આગળ રહેશે. ત્યાર બાદ ભારત તેનાથી પણ આગળ રહેશે. ઓઇસીડીની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2030ની શરૂઆતની આસપાસ બ્રાઝિલ, રશિયા, ભારત. ઇન્ડોનેશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) દેશોની જીડીપી મોટા ભાગે ઓઇસીડી દેશોની જીડીપીને બરાબર થઇ શકે છે. જો કે આ દેશોની જીડીપી ઓઇસીડી દેશોની જીડીપીના અડધાથી થોડી વધારે છે.

English summary
India probably world's 3rd largest economy : OECD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X