For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેએ PPP રોડમેપ તૈયાર કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 નવેમ્બર : પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત રેલવે આગામી પાંચ વર્ષમાં તૈયાર થનારા 50થી 70 પ્રોજેક્ટ્સના રોડમેપને તૈયાર કરવામાં લાગેલી છે. આ રોડમેપ આગામી 60 દિવસમાં તૈયાર થઇ જશે.

આ માહિતી રેલવે પ્રધાન મનોજ સિંહાએ શુક્વારે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ તરફતી યોજાયેલી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2014માં આપી હતી. તેમણે જણાવ્યું કે આ પરિયોજનાઓને ખાસ ઓળખ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં તેનું લિસ્ટ રેલવેની વેબસાઇટ પર મૂકવામાં આવશે. રેલવે મંત્રીએ જણાવ્યું કે આ મામલે મંત્રાલય ચર્ચા વિચારણા કરી રહ્યું છે. તે ઇચ્છે છે કે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો પણ આ બાબતે પોતાના મંતવ્યો આપે.

-time-600

સિંહાએ જણાવ્યું કે રેલવે એવી રીતે કામ કરવા માંગે છે કે આગામી પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરી તેનો અમલ કરવામાં આવે, જેથી યોજનાઓના અમલીકરણમાં વિલંબ ના થાય. તેના કારણે સમય પણ બચશે અને પ્રોજેક્ટનો ખર્ચ પણ નહીં વધે. સરકાર આ માટે પીપીપી મોડેલને ફરીથી અમલમાં મૂકવા માંગે છે. પીપીપી મોડેલ દ્વારા સરકાર રેલવેનું આધુનિકીકરણ કરવા ઇચ્છે છે.

રેલવેએ શુક્રવારે રાજસ્થાનમાં વિન્ડમિલ લગાવવા માટે એમઓયુ સાઇન કર્યા છે. આ સમજુતી અંતર્ગત રાજસ્થાનમાં 26 મેગાવોટનો પ્લાન્ટ લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પર 150 રૂપિયા ખર્ચ થશે. આ પ્રોજેક્ટ 9 મહિનામાં તૈયાર થઇ જશે. વિન્ડમિલની મદદથી રૂપિયા 6 પ્રતિ યુનિટના ભાવે વીજળી મળી રહેશે. વર્તમાન સમયમાં રેલવે પ્રતિ યુનિટ સરેરાશ રૂપિયા 6.57 ખર્ચ કરે છે.

English summary
Indian Railway have prepared road map of PPP model for infrastructure projects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X