For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્વેસ્ટમેન્ટ માટે ડિપોઝિટની તુલનામાં સોનુ શ્રેષ્ઠ વિકલ્પ છે?

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં પર્સનલ ફાઇનાન્સ અને પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ મહત્વની બાબત બની ગયું છે. વ્યક્તિગત આવકમાંથી થોડી બચત કરીને બચતનો ઉપયોગ કઇ જગ્યાએ કરવો કે જેથી તેમાંથી મહત્તમ લાભ મેળવી શકાય તે પ્રશ્ન સૌ કોઇને સતાવે છે. આમ તો બચત રોકાણ માટે માર્કેટમાં અનેક ઓપ્શન્સ છે. પરંતુ મોટા ભાગના લોકો વધારે જોખમ લેવાને બદલે પરંપરાગત રીતે ચાલ્યા આવેલા રોકાણ વિકલ્પો જેવા કે સોના અને ફિક્સ્ડ ડિપોઝિટમાં બચત કરવાનું પસંદ કરે છે. જ્યારે પસંદગી આ બંને વિકલ્પો વચ્ચે જ હોય ત્યારે વર્તમાન સમયમાં સૌથી વધારે ફાયદાકારક વિકલ્પ કયો છે તે જાણવું જરૂરી છે.

ઇન્વે્સ્ટમેન્ટ એક્સપર્ટ્સનું માનવું છે કે જો તમે છ મહિનાથી એક વર્ષ કે બે વર્ષ માટે રોકાણ કરવા ઇચ્છો છો તો સોના અને ફિક્સ્ડ ડિપોઝિટ એ બંનેમાથી ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું વધારે હિતકારી છે. શા માટે? આવો જાણીએ સોના કરતા ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ શા માટે કરવું સારું છે...

મૂડીની સુરક્ષા

મૂડીની સુરક્ષા


ફિક્સડ ડિપોઝિટમાં સોના કે ઇક્વિટીની જેમ મૂળ મૂડી પર જોખમ રહેતું નથી. એફડીમાં તમને મૂડીની મૂળ રકમ પર ચોક્કસ વ્યાજ મળવાનું નિશ્ચિત છે. જ્યારે ઇક્વિટી કે સોનામાં બજાર ભાવ તૂટે તો મૂળ મૂડી પણ ઘસાય છે. એટલે કે તમે એફડીમાં રૂપિયા 1 લાખ રોક્યા તો વ્યાજ સાથે તે પાછા મળવાના જ છે. પણ સોનામાં રોક્યા અને સોનાની કિંમત ઘટી તો તમને એક લાખ કરતા ઓછી રકમ મળવાની સંભાવના રહે છે.

સોનાની ડગુમગુ ચાલ

સોનાની ડગુમગુ ચાલ


વર્તમાન સમયમા સોનની કિંમત અંગે કોઇ પણ અનુમાન લગાવી શકાય એમ નથી. કારણ કે તેના પર વૈશ્વિક માર્કેટની અસર રહે છે. તેમાં ગમે ત્યારે વધારો અને ગમે ત્યારે ઘટાડો થઇ શકે છે. જીઓ પોલિટિકલ ટેન્શનને જોતા આવનારા થોડા મહિનાઓમાં સોનામાં તેજીના કોઇ અણસાર લાગતા નથી જેના કારણે નફાનું પ્રમાણ નહીવત રહે તેવી સંભાવના છે.

આર્થિક સુધારાથી સોનાની તબિયત બગડશે

આર્થિક સુધારાથી સોનાની તબિયત બગડશે


મહત્વની વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં હવે સુધારો આવી રહ્યો છે. યુરોપ અને અમેરિકાની સ્થિતિ સુધરી રહી છે. જાપાનના માર્કેટમાં પણ સુધારો જોવાયો છે અને તેની એક્સપોર્ટ અને ઇકોનોમિક એક્ટિવિટી વધી છે. આવું જ્યારે પણ થાય છે ત્યારે સોનામાં તેજી જોવા મળતી નથી. તેથી રોકાણકારો સોના સિવાયના વિકલ્પો પસંદ કરે છે.

તરલતા ઘટી

તરલતા ઘટી


આ વર્ષના પ્રારંભમાં માર્કેટમાં તરલતા લાવવા માટે ફેડરલ રિઝર્વ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. માર્કેટમાં તરલતા વધતા સોનાના ભાવમાં પણ વધારો થયો હતો. જેના કારણે અગાઉ સોનામાં રોકાણ કરનારાઓને લાભ મળ્યો હતો. પણ અત્યારે સ્થિતિ બદલાઇ ચૂકી છે. જેના કારણે સોનામાં રોકાણથી વધારે સારો લાભ મળી શકે એમ નથી.

ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજ વધ્યા

ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજ વધ્યા


તાજેતરમાં આરબીઆઇએ જાહેર કરેલી નવી નીતિને પગલે ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજનો દર વધ્યો છે. જેના કારણે એક વર્ષના રોકાણ પર તમને અંદાજે 9.50થી 10 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. જે દર્શાવે છે કે સોના કરતા એફડીમાં રોકાણ વધારે ફાયદાકારક અને નહીવત જોખમી છે.

English summary
Is gold a better investment option then deposite?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X