For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભારતમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે?

|
Google Oneindia Gujarati News

આમ તો કોઇ પણ વસ્તુ કરવી ક્યારેય ફરજિયાત હોતી નથી. પણ જો આપ નથી કરતા તો આપે તેના બદલામાં સર્જાતી પરિસ્થિતિઓની કઠનાઇઓનો સામનો કરવો પડી શકે છે.

આવી જ સ્થિત શેર્સના ખરીદ અને વેચાણ માટે ખોલાવવા પડતા ડીમેટ એકાઉન્ટની છે. આ ક્ષેત્રમાં નવા સવા આવેલાઓ માટે ખાસ જાણવા જેવું છે કે જો આપે ભારતમાં શેર્સના ખરીદ વેચાણ માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું નહીં હોય તો આપ શેર્સનું ખરીદ અને વેચાણ કરી શકશો નહીં.

કારણ કે ભારતમાં માન્ય સ્ટોક એક્સચેન્જમાંથી શેર્સનું ખરીદ અને વેચાણ માત્ર ડીમેટ સ્વરૂપમાં જ થઇ શકે છે. આ ઉપરાત આપ જો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા શેર્સ ખરીદવા ઇચ્છતા હોવ તો પણ તેના માટે ડીમેટ સ્વરૂપે અરજી કરવી પડે છે.

demat-account-1

ભારતમાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઉન્ડિયા (સેબી - SEBI)ના નિયમ અનુસાર ભારતમાં રૂપિયા 10 કે તેથી વધારે કિંમતના તમામ પબિલિક ઇશ્યુ માટે ડીમેટ સ્વરૂપે ખરીદી કરવી ફરજિયાત છે.

વર્તમાન સમયમાં મોટા ભાગના પબ્લિક ઇશ્યુ રૂપિયા 10 કરોડ કે તેથી વધારે ભાવના હોય છે. તેનાથી ઓછા મૂલ્યના આઇપીઓની કલ્પના કરી શકાય તેમ નથી. આ કારણે કોઇ પણ વ્યક્તિ જ્યારે શેર્સમાં રોકાણ કરવાનું મન બનાવે છે ત્યારે તેણે ડીમેટ ખાતુ ખોલાવવું ફરજિયાત છે.

ડીમેટ ખાતું કેવી રીતે ખોલાવી શકાય?
ડીમેટ ખાતુ ખોલાવવા માટે આપે બ્રોકિંગ ફર્મનો સંપર્ક સાધવો જરૂરી છે. આ બ્રોકિંગ ફર્મ આપને બ્રોકિંગ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી આપશે જેની મદદથી આપ શેર્સનું ખરીદ અને વેચાણ કરી શકશો. આ કરતા પહેલા આપે બ્રોકિંગ ફર્મને તેમણે માંગેલા કેટલાક દસ્તાવેજો સોંપવા જરૂરી હોય છે. આ અંગેની વિગતવાર માહિતી બ્રોકિંગ ફર્મમાંથી પૂરી પાડવામાં આવશે.

આ માટે આપનું એડ્રેસ, આઇડી પ્રુફ, અન્ય દસ્તાવેજોની જરૂર પડે છે. તેના આધારે આપનું ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. આ એકાઉન્ટ ખોલાવતા સમયે વિવિધ ચાર્જીસ પણ લાગે છે.

English summary
Is It Compulsory to Open a Demat Account in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X