For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Job: ડબલ ઇન્કમ કમાવવા ઇચ્છો છો? તો અપનાવો આ રીત

આજના સમયમાં દરેકને થોડું એક્સ્ટ્રા મળે તે ગમે છે. તેમાં પણ થોડા વધારે રૂપિયા મેળવવાનો મોકો મળે તો આ મોંધવારીમાં દરેકને સારું લાગે છે. તો તમે પણ આવી ઇચ્છા રાખતા હોવ તો વાંચો આ...

|
Google Oneindia Gujarati News

શું તમે નોકરીયાત છો? અને નોકરી સિવાય બીજી પણ થોડી કંઇક આવક ક્યાંકથી થઇ જાય તેવું ઇચ્છો છો? કે પછી તમારી જોડે કોઇ કામ નથી પણ નવરાશની પળોમાં કંઇક તેવું કરવા માંગો છો કે તમને પણ લાગે કે હા કંઇક કમાણી કરી લઉં તો આ આર્ટીકલ તમારા કામનો છે. અહીં અમે તમને પાર્ટ ટાઇમ જોબના કેટલાક નવા નુસખા આપવા જઇ રહ્યા છીએ. અત્યાર સુધીમાં તમે તેવા અનેક લેખ વાંચ્યા હશે જ્યાં પાર્ટ ટાઇમ માટે ડેટા એન્ટી જોબ કરવા કે પછી ફ્રિલાન્સિંગ કરવાની સલાહ આપતા હોય. તેમ તે પણ કરી જ શકો છો. પણ આ સિવાય કંઇક કરવું હોય તો? તો શું કરવાનું તે અંગે વાંચો અહીં....

પાર્ટ ટાઇમ જોબ

પાર્ટ ટાઇમ જોબ

નોંધનીય છે કે પાર્ટ ટાઇમ જોબ કરતા પહેલા તે મનમાં વિચારી લો કે તમારી એક્સપર્ટી શામાં છે. શું છે જે તમે સરળતાથી કરી શકો, તેમાં તમને કામનું ભારણની નથી લાગતું અને જેમાં ફાવટ છે. આ નક્કી કરી લેવાથી તમને કામ કરવાની દિશા મળી જશે. નીચેના અમે અલગ અલગ વ્યક્તિઓની ખૂબીના આધારે હાલ જે નવા પાર્ટ ટાઇમ જોબના ટ્રેન્ડ ચાલે છે. તે અંગે જણાવાના છીએ. તો જાણો તમે નીચેમાંથી કંઇ પાર્ટ ટાઇમ જોબ કરવા માટે લાયકાત ધરાવો છો.

એપ ડેવલોપર

એપ ડેવલોપર

આજ કાલ નવા નવા એપ બજારમાં આવે છે. જો તમે કોમ્પ્યુટરના જાણકાર હોવ સોફ્ટવેર ડેવલમેન્ટ કરી શકતા હોવ. એપ કેવી રીતે બનાવવા તેની સારી સમજ હોય તો આ ફિલ્ડમાં અનેક પાર્ટ ટાઇમ જોબ મળી જાય છે. વળી તમને આ માટે 2000 રૂપિયા કે તેથી પણ વધુ કમાણી થઇ શકે છે. વેબસાઇડ ડેવલોપમેન્ટ સાથે આજ કાલ આ પણ માંગ વધી છે.

ફોટોગ્રાફી

ફોટોગ્રાફી

વેડિંગ ફોટોગ્રાફર, પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, બેબી સાવર ફોટોગ્રાફર તમે નામ લો તેટલા ઓછા. બસ ક્રિએટલી નજર હોય અને ઠીક ઠાક ફોટોગ્રાફી સાથે ઇફેક્ટ જોડે રમતા આવડતું હોય તો તમારો આ શોખ તમને કમાણી કરાવી શકે છે. વળી તેમાં પંદરસોથી લઇને 10 થી 20 હજાર રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

આ જોબ સોશ્યલ મીડિયા આસિસ્ટેન્ટની છે. તેમાં સોશ્યલ મીડિયાની સારી જાણકારી હોવી જરૂરી છે. સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર, ઇસ્ટ્રાગ્રામ, યૂટ્યૂબ જેવા ટૂલ વિષે તેમને સારી સમજ હોવી જરૂરી છે. આ કામ માટે પ્રતિ કલાક દીઠ 1400 રૂપિયા સુધી મળી જાય છે.

ઓનલાઇન રિસર્ચ

ઓનલાઇન રિસર્ચ

આ જોબમાં વેપારની બેઝિક જાણકારી હોવી જોઇએ. સાથે જ કન્ટેન્ટ, રિસર્ચ સ્કિલ પણ જરૂરી છે. ઓનલાઇન રિસર્ચ સારી સમજ હોય તો પ્રતિ કલાક 1400 રૂપિયા કમાઇ શકો છો.

યોગ ટીચર

યોગ ટીચર

આજ કાલ યોગ ટીચરનું માંગ વધી છે. અનેક લોકો પર્સનલ યોગ ટીચરની માંગ પણ કરે છે. આમાં તમારા શરીરની સારી કસરત પણ થઇ જાય છે. અને તમે બીજાના સ્વસ્થ રહેવામાં મદદ પણ કરો છો. સાથે 1-2 કલાક યોગ કરાવવા માટે તમને 800 થી 1200 રૂપિયા પણ મળી જાય છે. જે સારી વાત છે.

મ્યુઝિક ક્લાસ

મ્યુઝિક ક્લાસ

શું તમને સંગીતનો શોખ છે કે પછી તમે કોઇ વાદ્ય વગાડી શકો છો અને બીજાને પણ વગાડતા કે ગાતા શીખવી શકો છો તો તમે મ્યુઝિક ટીચર કે ડ્રોઇગ ટીચર તરીકે પાર્ટી ટાઇમ જોબ કરી 800 થી 500 રૂપિયા પ્રતિ કલાક ના હિસાબે મેળવી શકો છો.

કૂકિંગ

કૂકિંગ

શું તમને ખાવાનું બનાવાનો શોખ છે. તમે કેક જેવી વસ્તુઓ બનાવીને આસપાસ વેચી શકો છો. અને પોતાનું માર્કેટિંગ કરી આ લાઇનમાં વધુ કમાઇ શકો છો. આજકાલ તેવા ઘણા એપ નીકળ્યા છે જે દ્વારા તમે કોઇ એક ડીશ બનાવીને વેચીને પણ કમાઇ કરી શકો છો. વળી તમે ઘરે બેઠા નાના નાના મીઠાઇ કે ફરસાણના ઓર્ડર લઇ શકો છો.

ડોગ ટ્રેનર

ડોગ ટ્રેનર

આજકાલ બેંગલુરુ, દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં કૂતરા રાખનાર લોકો તેમના કૂતરાને કલાક ફેરવવા માટે પણ સારા પૈસા આપે છે. કલાક કૂતરાને ફેરવવાના લોકો 100 થી લઇને 300 રૂપિયા આપે છે. જો તમને કૂતરા સાથે લગાવ હોય તો આ કામ પણ તમે કરી શકો છો.

English summary
Jobs: earn extra by using this best tips for Part time jobs. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X