For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રોપર્ટી સામે લોન : કેવા દસ્તાવેજો અને લાયકાત જરૂરી?

|
Google Oneindia Gujarati News

વિવિધ એસેટ ક્લાસમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. જો કે સ્ટોક્સ કે સોનામાં રોકાણ કરવાની સરખામણીએ તેમાં તરલતા ઓછી હોય છે. આનો અર્થ એ થયો કે જરૂરિયાતના સમયે તેને સરળતાથી રોકડ મેળવી શકાતી નથી. આ બાબત રિયલ એસ્ટેટનો સૌથી નબળો પોઇન્ટ છે.

પ્રોપર્ટી સામેની લોનને ઓલ પર્પઝ લોન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેની રકમનો ઉપયોગ ગમે તે બાબતમાં કરી શકાય છે. પ્રોપર્ટી સામે રૂપિયા 25,000થી લઇને રૂપિયા 1 કરોડ વચ્ચેની લોન મળી શકે છે. જો કે આપ રૂપિયા 25 લાખથી વધારે રકમની લોન લેશો તો આપે બાંયધરી આપની પડશે કે આપ કોઇ સટ્ટાખોરીના કાર્ય માટે આ લોનનો ઉપયોગ કરવાના નથી. આ કાર્યમાં રિયલ એસ્ટેટ અને ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે...

કેટલી લોન મળી શકે?

કેટલી લોન મળી શકે?


પ્રોપર્ટી સામે આપને કેટલી રકમની લોન મળશે તેનો આધાર વિવિધ બેંકોની જુદી જુદી પોલિસીઓ પર રહેલો છે. આ ઉપરાંત આપની આવક, પ્રોપર્ટીનું મૂલ્ય વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જો કે બેંકો પ્રોપર્ટીનું સંપૂર્ણ મૂલ્ય આપતી નથી. આ લોન મૂલ્યના 40 ટકાથી 60 ટકાની વચ્ચે હોય છે.

પ્રોપર્ટી સામે લોન માટે જરૂરી દસ્તાવેજો

પ્રોપર્ટી સામે લોન માટે જરૂરી દસ્તાવેજો


  1. છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  2. પ્રોસેસિંગ ફી ચેક
  3. રેસિડેન્સ પ્રુફ
  4. ક્વૉલિફિકેશન સર્ટીફિકેટ (પગારદારો માટે)
  5. આવકનો પુરાવો જેમાં પે સ્લિપ, ફોર્મ 16 (પગારદારો માટે)
  6. છેલ્લા 3 વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન્સ
  7. પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અને સોસાયટી તરફથી એનઓસી
  8. બિઝનેસ હોવાનું પ્રુફ
  9. ઓળખનો પુરાવો
  10. વયનો પુરાવો

પ્રોપર્ટી સામે લોન માટે પગારદારોની લાયકાત

પ્રોપર્ટી સામે લોન માટે પગારદારોની લાયકાત


  1. ઓછામાં ઓછી વય : 21 વર્ષ
  2. લોન મેચ્યોરિટી સમયે અરજદારની મહત્તમ વય : 60 વર્ષ
  3. લઘુત્તમ માસિક આવક રૂપિયા 12, 000 પ્રતિ માસ

પ્રોપર્ટી સામે લોન માટે સ્વરોજગારની લાયકાત

પ્રોપર્ટી સામે લોન માટે સ્વરોજગારની લાયકાત


  1. ઓછામાં ઓછી વય : 21 વર્ષ
  2. લોન મેચ્યોરિટી સમયે અરજદારની મહત્તમ વય : 65 વર્ષ
  3. લઘુત્તમ માસિક આવક રૂપિયા 15, 000 પ્રતિ માસ

રિપેમેન્ટ

રિપેમેન્ટ


રિપેમ્ન્ટનો આધાર વિવિધ બેંકો પર રહેલો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓછામાં ઓછા 60 માસનું પેમેન્ટ જરૂરી છે. જ્યારે પગારદારો માટે 120 મહિના છે. આપ કોઇ પેનલ્ટી વિના લોનનું પ્રિપેમ્નટ કરી શકો છો.

પ્રોસેસિંગ ફી

પ્રોસેસિંગ ફી


લોનની રકમના 2 ટકા અથવા મહત્તમ રૂપિયા 50,000.
અહીં ખાસ નોંધ લેવી કે લોનના વ્યાજ દર, પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટેશન વગેરે બેંકો અનુસાર અલગ અલગ હોય છે. અહીં માત્ર એક વિસ્તૃત ખ્યાલ આપવાનો પ્રયાસ કરાયો છે.

English summary
Loan Against Property: What Are the Documents and Eligibility Requirement?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X