For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 જાન્યુઆરી, 2015થી LPG સબસિડી બેંક ખાતામાં જમા થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર : સબસિડાઇઝડ લિક્‍વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ના ગ્રાહકો માટેશરૂ કરવામાં આવેલી ડાઇરેક્‍ટ કેશ ટ્રાન્‍સફર સ્‍કીમ 1 જાન્યુઆરી, 2015થી સમગ્ર દેશમાં અમલી બની જશે.

આ પહેલા દેશના કુલ 11 રાજ્‍યોના 54 જિલ્લામાં આ સ્‍કીમ પાયલોટ પ્રોજેક્‍ટના આધારે નવેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવી હતી. સબસિડીના બોજને ધટાડવા અને ગેરકાયદે પુરવઠાને રોકવાના હેતુસર આ સ્‍કીમ પ્રાથમિક રીતે 11 રાજ્‍યમાં શરૂ કરી દેવામાં આવી હતી.

lpg-gas-cylinder

જે 11 રાજ્યોમાં આ સ્કીમ અમલી છે તેમાં આંધ્રપ્રદેશ, દમણ અને દીવ, ગોવા, હિમાચલપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, પોન્‍ડીચેરી, પંજાબ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

સરકારે સાફ શબ્‍દોમાં કહ્યું છે કે, પ્રથમ તબક્કામાં 54 જિલ્લાઓમાં ડીબીપીએલ યોજના નવીરીતે શરૂ કરવામાં આવી છે. પહેલી જાન્‍યુઆરી 2015થી આ યોજનાને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા માટે 'PAHAL' પહલ ફોર્મ ભરીને તેની એક કોપી ગેસ ડિસ્ટ્રીબ્યુટરને આપવી જરૂરી છે. જ્યારે બીજી એક કોપી બેંકમાં આપવાની રહે છે. આ માટે એ બેંકમાં જ કોપી આપવાની રહેશે. જેમાં એલપીજી ગ્રાહકના નામનું ખાતુ હોય.

English summary
LPG subsidies to be transferred into accounts from January 1, 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X