For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મન્નાપુરમ ગોલ્ડ લોન સ્કીમ્સ : વિવિધ સ્કીમ્સ અને વ્યાજના દર

|
Google Oneindia Gujarati News

જ્યારે અચાનક આર્થિક સંકટ આવી જાય અને અન્ય કોઇ માર્ગ ના હોય ત્યારે ગોલ્ડ લોન હાથવગો ઉપાય છે. ઘરે કે લોકરમાં રાખેલા સોનાની મદદથી આપ ગમે ત્યારે લોન મેળવી શકો છો. જો કે આ માટે તમારે ઊંચું વ્યાજ અને અન્ય ચાર્જીસ ચૂકવવા પડે છે.

ગોલ્ડ લોન એટલા માટે સરળ છે કારણ કે તેમાં અન્ય લોનની જેમ ત્રણ બાબતો જેમ કે સેલરી સ્લિપ, ક્રેડિટ હિસ્ટરી અને સિબિલ સ્કોરની જરૂર રહેતી નથી. વળી જો વ્યક્તિ લોન ચૂકવી ના શકે તો કંપની સોનુ વેચીને પૈસા મેળવી શકે છે.

મન્નાપુરમ ગોલ્ડ લોન સ્કીમ્સ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની લોન સ્કીમ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મન્નાપુરમ ગોલ્ડ લોન ત્રણ પ્રકારની લોન ઓફર કરે છે...

ત્રણ પ્રકારની ગોલ્ડ લોન

ત્રણ પ્રકારની ગોલ્ડ લોન

1. સોનાની કિંમત કરતાં લોનની વધારે રકમ : રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર મન્નાપુરમ સોનાની કિંમતની સામે મહત્તમ લોન આપે છે. જો કે માટે આપે વધારે જોખમ લેવું પડે છે, ઊંચો વ્યાજદર ચૂકવવો પડે છે.

2. વ્યાદ દર નીચો : ઓછા વ્યાજ દરની લોન મળે છે જો કે તેની સામે સોનાની કિંમત કરતા ઓછા મૂલ્યની લોન મળે છે.

3. લાંબા ગાળાની લોન : અહીં લોન પરની વ્યાજ ચૂકવણીનો સમયગાળો વધારી દેવામાં આવે છે.

ગોલ્ડ લોનની સ્કીમ્સ -1

ગોલ્ડ લોનની સ્કીમ્સ -1

1) પ્રિવિલેજ લોન(GL-PL): સમયગાળો 90 દિવસ, વ્યાજ દર 18% થી 24%.

2) સુપર એક્સપ્રેસ લોન (GL-SX): સમયગાળો 90 દિવસ, વ્યાજ દર 23%થી 25%.

3) એક્સપ્રે લોન (GL-XG): સમયગાળો 180 દિવસ, વ્યાજ દર 24%થી 26%.

4) વેલ્યુ ફોર મની (GL-VM)*: સમયગાળો 270 દિવસ, વ્યાજ દર 18%થી 26%.

ગોલ્ડ લોનની સ્કીમ્સ -2

ગોલ્ડ લોનની સ્કીમ્સ -2


5) સુપર લોન (GL-SG): સમયગાળો 270 દિવસ સુધી, વ્યાજ દર 23%થી 26%.

6) સમાધાન ગોલ્ડ લોન (GL-SA): સમયગાળો 365 દિવસ સુધી, વ્યાજ દર 22%થી 26%.

7) સુપર રિલેક્સ ગોલ્ડ લોન (GL-SR): સમયગાળો 365 દિવસ સુધી, વ્યાજ દર 14%થી 25%.આ સ્કીમમાં આટલી રકમ માટે જ લોન મળે છે. A. કેરાલાની શાખાઓમાં રૂપિયા 75,000/- અને કેરાલા બહારની શાખાઓમાં રૂપિયા 50,000/- . B. મહિલાઓ માટે રૂપિયા 1 લાખ સુધી.

ગોલ્ડ લોનની સ્કીમ્સ -3

ગોલ્ડ લોનની સ્કીમ્સ -3


8) GL B1-N: સમયગાળો 365 દિવસ સુધી. વ્યાજનો દર 18% થી 24%. મહત્તમ લોન રકમ રૂપિયા 5 લાખ.

9) GL B1+N: સમયગાળો 365 દિવસ સુધી. વ્.ાજનો દર 22%થી 24%.

10) GL B2+: સમયગાળો 365 દિવસ સુધી, વ્યાજનો દર 16%થી 24%.

લોન લેતા પહેલા આપે ઓવરડ્યુ ચાર્જીસ પણ જોવા જોઇએ. તેઓ વાર્ષિક 3 ટકા વ્યાજ વસૂલ કરે છે. જ્યારે વ્યાજ દર માસિક ધોરણે ગણવામાં આવે છે.

English summary
Manappuram Gold Loan Schemes: A Quick Look at the Different Schemes and Interest Rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X