For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુધારાની આશાએ માર્કેટમાં તેજી : નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લીધેલા સુધારાના પગલાંની આશાએ આજે સ્ટોક માર્કેટના સૂચકઆંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. જેના કારણે આજે સેન્સેક્સ અને નિફ્ટી લાઇફટાઇમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

મહત્વની બાબત એ છે કે આજે યુએસ ફેડરલના QE3 પ્રોગ્રામને સંપૂર્ણ રીતે પાછો ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હોવા છતાં ભારતીય માર્કેટમાં તેજી જોવા મળી હતી.

stock-market-bull-1

આજે સેન્સેક્સ 248 પોઇન્ટ વધીને 27,346ની સપાટીએ જ્યારે નિફ્ટી 78 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. આજે જે સ્ટોક્સમાં તેજીનો પવન જોવા મળ્યો હતો તેમાં ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક અને વિપ્રોનો સમાવેશ થાય છે. જો કે સૌથી વધારે ઉછાળો ટેક મહિન્દ્રાના શેર્સમાં જોવા મળ્યો હતો.

ખાનગી ક્ષેત્રની બેંકોના સ્ટોક્સ જેમ કે ઇન્ડુસઇન્ડ બેંક, યસ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર્સમાં પણ તેજી જોવા મળી હતી. તેના શેર્સ એનએસસીમાં ટોચના ગેઇનર્સ રહ્યા હતા.

સરકારે રિયલ્ટી સેક્ટર્સમાં એફડીઆઇ માટેના નિયમોમાં ઢીલ આપતા રિયલ્ટી સેક્ટર્સના સ્ટોક્સ જેવા કે ડીએલએફ, એચડીઆઇએલ અને યુનિટેકમાં પણ તેજી જોવા મળી હતી. છેલ્લા ઘણા દિવસોથી મંદીનું મોઢું જોઇ રહેલા જિંદાલ સ્ટીલના સ્ટોક્સમાં પણ તેજી જોવા મળી હતી.

English summary
Markets Surge on Reforms Hope: Sensex, Nifty Hit New Lifetime Peaks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X