For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારૂતિએ માનેસર પ્લાન્ટમાંથી 200 કર્મચારીઓને છૂટા કર્યા

|
Google Oneindia Gujarati News

maruti-suzuki-logo
નવી દિલ્હી, 9 જુલાઇ : કાર કંપની મારૂતિ સુઝુકીએ માર્કેટમાં ચાલી રહેલી મંદીને પગલે પોતાના માનેસર પ્લાન્ટમાં ડીઝલ એન્જીનનું ઉત્પાદન ઘટાડ્યા બાદ પ્લાન્ટમાં કામ કરતા 200 કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને છુટા કરી દીધા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ માનેસર પ્લાન્ટ સ્થિત ડીઝલ એન્જીન પ્લાન્ટમાં ત્રીજી પાળી ખતમ કરી દીધી છે. આ પ્લાન્ટમાં વાર્ષિક 3 લાખ ડીઝલ એન્જીન તૈયાર કરવામાં આવે છે.

આ અંગે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે ડીઝલ પ્લાન્ટ પોતાની પૂરી ક્ષમતાની સાથે ઉત્પાદન કરી રહ્યું હતું. જો કે માર્કેટમાં માંગ ઘટવાને પગલે ડીઝલ પ્લાન્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ડીઝલની કિંમતોમાં વધારો થવાની સાથે જ ડીઝલ કારોની માંગમાં ઘટાડો થઇ રહ્યો છે. જૂનમાં મારૂતિ સુઝુકીનું કુલ વેચાણ 12.6 ટકા ઘટીને 84,455 થઇ ગયું હતું.

આ દરમિયાન સ્થાનિક માર્કેટમાં તેનું વેચાણ 7.8 ટકા ઘટીને 77,002 કારોનું રહી ગયું હતું. મારૂતિ સુઝુકી ઇન્ડિયાની નિકાસ પણ પાછલા મહિનામાં 43 ટકા ઘટીને 7,453 કારોની રહી ગઇ હતી. જે પાછલા વર્ષે આ સમયગાળા દરમિયાન 13,066 કારોની હતી.

English summary
Maruti retired 200 employees from Manesar plant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X