For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારૂતિની પેટ્રોલ કારોનું ઉત્પાદન કરશે બંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

maruti-suzuki
નવી દિલ્હી, 8 માર્ચ: ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ-સુઝુકીએ હરિયાણાના ગુડગાંવ પ્લાન્ટમાં પેટ્રોલ કારોનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. શનિવાર એટલે કે 9 માર્ચથી કારોનું ઉત્પાદન બંધ થશે. પેટ્રોલની કારોનું ઉત્પાદન બંધ કરવા પાછળનું કારણ તેના વેચાણમાં ઘટાડો હોવાનું બતાવવામાં આવ્યું છે.

ગુડગાંવ પ્લાન્ટ મારૂતિ-સુઝુકીનો સૌથી મોટો અને જુનો પ્લાન્ટ છે. અહીં દરરોજ 1500થી 1800 કારોનું નિર્માણ થાય છે. સૌથી વધુ વેચાણ ધરાવતી અલ્ટો, મારૂતિ 800 અને વેગાનાર કારો બને છે. કંપનીએ કર્મચારીઓ સાથે શનિવારથી કામ કરવા નહી આવવાનું કહ્યું છે. રવિવારે સાપ્તાહિક રજા હોવાના કારણે પ્લાન્ટ આમપણ બંધ રહેશે. આ સસ્પેશનનું માનેસર પ્લાન્ટ પર કોઇ પ્રભાવ પડશે નહી. માનેસર પ્લાન્ટમાં ડીઝલ કારો બને છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કારોના વેચાણમાં આગળ પણ નરમાઇ રહેશે તો ઉત્પાદન આગળ પણ બંધ રહી શકે છે. ડીઝલની કારોની ડિમાન્ડમાં ઘણી નરમાઇ આવી છે. બીજી તરફ મારૂતિ સુઝુકી ઇન્ડિયાના શેરોમાં 7.89 ટકા નરમાઇ આવી છે.

આંકડાઓ પર નજર કરીએ તો ફેબ્રુઆરી 2013 સુધી 1 લાખ 9 હજાર 567 કાર વેચાઇ હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ 1 લાખ 18 હજાર 949 કારો વેચી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ 97,955 કારો વેચી છે. કારોના વેચાણમાં 9.01 ટકા નરમાઇ આવી છે. જેના કારણે એમ કહેવામાં આવે છે કે કંપનીએ પેટ્રોલ કારોનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

English summary
Faced with the spectre of a continued downward slide in sales, India’s largest carmaker Maruti Suzuki India (MSI) will be suspended the production of petrol cars at its Gurgaon plant from Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X