For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેક્ટ્રમ પ્રાઇસ વધતા મોબાઇલ કોલ રેટ વધશે : ટેલિકોમ ઉદ્યોગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જાન્યુઆરી : ટેલિકોમ ઉદ્યોગના પ્રતિનિધિઓના મત અનુસાર સ્પેક્ટ્રમની કિંમતો વધવાને કારણે મોબાઇલ કોલ રેટ સહિતની સેવાઓની કિંમતમાં પણ વધારે થશે. આ વધારાની સીધે સીધી અસર ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા ઇનિશિએટિવ પર પડશે. અને તેના કારણે ટેલિકોમ નેટવર્ક વિસ્તરણને અસર થશે.

ટેલિકોમ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થા COAIના ડાયરેક્ટર જનરલ રાજન એસ મેથ્યુસે આ સંદર્ભમાં ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદને લખેલા પત્રમાં સ્પેક્ટ્રમ કિંમત વધારાની અવળી અસરો શું હશે તે અંગે વાત કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે 'ઊંચી રિઝર્વ પ્રાઇસને કારણે ટેલિકોમ બિઝનેસની શક્યતાઓ પર અવળી અસર પડશે. તેના કારણે ટેરિફમાં વધારો થશે. તેના કારણે સરકારના ગ્રામ્ય ભારતમાં મોબાઇલની સગવડ અને ડિજિટલ ઇન્ડિયાના પ્રોજેક્ટને નુકસાન પહોંચશે.'

telecom-operaters-600

COAIએ જણાવ્યું કે સ્પેક્ટ્રમના ભાવ વધારાને કારણે ટેલિકોમ ઓપરેટર્સ પર રૂપિયા 2.5 લાખ કરોડનો બોજો પડશે. આ સંદર્ભમાં એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમને પ્રિન્સિપાલ સેક્રેટરી નિપેન્દ્ર મિશ્રાને પણ જાણ કરી છે.

નોંધનીય છે કે કેબિનેટ દ્વારા 5 જાન્યુઆરીના રોજ ભારતભરમાં વિવિધ બેન્ડવિડ્થ સ્પેક્ટ્રમની હરાજી માટે રૂપિયા 3,646 કરોડની રિઝર્વ પ્રાઇસને મંજુરી આપી હતી.

સરકારે 900 મેગાહર્ટ્ઝ બેન્ડ માટે 32.5 ટકાનો ભાવ વધારો કર્યો છે. જે વર્ષ 2010માં 3જી સેવાઓ માટે ટેલિકોમ કંપનીઓએ ચૂકવેલી કિંમતની સરખામણીમાં 107 ટકા વધારે છે.

English summary
Mobile call rates may go up with rise in spectrum price:Industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X