For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્સ રિટર્નમાં તમામ સંપત્તિઓના ખુલાસો કરવો ફરજિયાત

|
Google Oneindia Gujarati News

income-tax-department
નવી દિલ્હી, 1 મે : કર ચોરી અટકાવવા માટે નાણા મંત્રાલયે વ્યક્તિઓ અને હિન્દુ અવિભક્ત કુટુંબો માટે આવક વેરા રિટર્ન ફોર્મમાં ભારતીય સંપત્તિઓ અને દેવા અંગેની વિગતો દર્શાવવી ફરજીયાત કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ અંગે નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "સરકાર એક નવું આવક વેરા રિટર્ન ફોર્મ રજૂ કરવા અંગે વિચાર કરી રહી છે. જેમાં વ્યક્તિઓને વિવિધ સ્રોતોમાંથી મળતી વારિષક આવકને બદલે પોતાની તમામ સંપત્તિઓ અને દેવાની વિગતો જાહેર કરવી પડશે."

તેમણે જણાવ્યું કે આ બાબતમાં આવનારા બે દિવસમાં નિર્ણય લઇ લેવામાં આવશે. ગયા વર્ષે એવી વ્યક્તિઓ માટે પોતાની સંપત્તિઓ અને દેવાની વિગતો જાહેર કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું જેમની સંપત્તિ વિદેશમાં છે. અધિકારીઓએ કહ્યું કે આ પહેલનો હેતુ એવા હાઇ નેટવર્થવાળા લોકો અંગે માહિતી મેળવવાનો છે જેઓ સંપત્તિ કરથી બચવા માટે પોતાની તમામ સંપત્તિઓનો ખુલાસો કરતા નથી.

નાણાકીય વર્ષ 2012-13માં સંપત્તિ કર સંગ્રહ 866 કરોડ રૂપિયા રહ્યો જે 1,244 કરોડ રૂપિયાના બજેટ અનુમાનથી ઘણો ઓછો છે. નાણાકીય વર્ષ 2013-14 માટે નાણા મંત્રાલયે 950 કરોડ રૂપિયાના સંગ્રહનું લક્ષ્ય રાખ્યું છે.

સામાન્ય બજેટમાં સરકારે એક કરોડ રૂપિયાથી ઉપરની વાર્ષિક કર યોગ્ય આવક ઉપર 10 ટકા અધિભાર લગાવ્યો છે. જ્યારે 50 લાખ રૂપિયાથી વધારેના મૂલ્યની અચલ સંપત્તિના હસ્તાંતરણ પર ટીડીએસ લાગુ કરવામાં આવશે. વર્તમાનમાં 30 લાખ રૂપિયાથી વધારે મૂલ્યની સંપત્તિઓનો એક ટકો સંપત્તિ કર તરીકે વસૂલ કરવામાં આવશે. તેમાં રહેણાંક મિલકતો અને નાણાકીય સંપત્તિઓ સામેલ નથી.

English summary
Must disclose all assets in tax return.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X