For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના પહેલા સામાન્ય બજેટની 10 ખાસ જાહેરાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: નરેન્દ્ર મોદી સરકારનું પહેલું સામાન્ય બજેટ આજે આવ્યું. નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા આજે વર્ષ 2015-16 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. રેલવે બજેટ બાદ સામાન્ય બજેટને પણ વિશ્લેષકો દ્વારા વધાવી લેવામાં આવ્યું છે, વિશ્લેષકોનું માનવું છે કે આ બજેટ ફોર ઓલ છે. આ બજેટ ડ્રિમ બજેટ નથી પરંતુ વિઝન બજેટ છે. વિશ્લેષકોનું માનવું છે કે કાળા નાણા મુદ્દે કઠોર કાયદો લાવવાની નેમ માત્ર મોદી અને જેટલી જ અપનાવી શકે છે.

જોકે વિરોધી દળોએ અરૂણ જેટલીના બજેટને ખોખલુ અને પાયા વિહોણું ગણાવ્યું છે. કમલાને જણાવ્યું કે આ બજેટમાં યુવાનો માટે કંઇ નથી તેમ જ કૃષિક્ષેત્રે પણ કંઇ આપ્યું નથી. માત્ર વાતો જ કરી છે. તેમણે જણાવ્યું કે કાળાનાણા અંગેનો કાયદો જ્યારે આવશે ત્યારે આવશે. તેમણે અરુણ જેટલીના બજેટને દસમાંથી 2 અંક આપ્યા.

budget
આવો જોઇએ અરૂણ જેટલીના સામાન્ય બજેટની મુખ્ય 10 વાતો...

એક લાખ કિલોમીટર સુધી રસ્તાઓ

એક લાખ કિલોમીટર સુધી રસ્તાઓ

2022 સુધી દરેક ગામડામાં વીજળી પહોંચશે. એક લાખ કિલોમીટર સુધી રસ્તાઓ શહેર અને ગામડાઓમાં બનાવવામાં આવશે.

હોસ્પિટલ આપવાની જોગવાઇ

હોસ્પિટલ આપવાની જોગવાઇ

બજેટમાં દરેક ગામને હોસ્પિટલ આપવાની જોગવાઇ છે. બિહાર, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, અસમમાં એઇમ્સની સ્થાપના થશે. જમ્મુ અને આંધ્ર પ્રદેશમાં આઇઆઇએમ ખોલવામાં આવશે.

2022 સુધી તમામને રોજગાર

2022 સુધી તમામને રોજગાર

2022 સુધી તમામને રોજગાર આપવાની યોજના છે. મેક ઇન ઇન્ડિયાનું લક્ષ્ય રોજગારને પ્રોત્સાહન આપવાનું છે. ખેડૂતો માટે 8.5 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની યોજના છે. ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ખેડૂત બજાર બનાવવામાં આવશે.

અટલ પેંશન યોજના

અટલ પેંશન યોજના

અટલ પેંશન યોજનાની શરૂઆત કરવામાં આવશે. અટલ પેંશન યોજનામાં 1000 રૂપિયા સરકાર અને 1000 રૂપિયા ખાતેદાર જમા કરાવશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પણ શરૂ કરવામાં આવશે. અટલ નવોન્મેશ મિશન માટે 150 કરોડની ફાળવણી કરવામાં આવશે.

હેરિટેજ સિટી

હેરિટેજ સિટી

બજેટમાં એક શાનદાર જાહેરાત એ કરવામાં આવી કે વારાણસી, હેદરાબાદ, અમૃતસર શહેરોને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે વિકાસાવવામાં આવશે.

બજેટમાં દેશની સુરક્ષા

બજેટમાં દેશની સુરક્ષા

બજેટમાં દેશની સુરક્ષા માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે. રક્ષા માટે 2,46,727 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નોંધનીય છે કે 2.22 લાખથી કરોડથી વધારીને 2.46 લાખ કરોડ કરવામાં આવ્યું છે.

કાળા નાણાને રોકવાનો પ્રસ્તાવ

કાળા નાણાને રોકવાનો પ્રસ્તાવ

બજેટમાં કાળા નાણાને રોકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, કાળા નાણાના દોષીઓને 10 વર્ષની જેલની સજાની જોગવાઇ તથા વિદેશમાં કાળુ નાણુ છૂપાવવાના દોષીઓને સાત વર્ષની સજાની જોગવાઇ કરવાની જાહેરાત કરી છે.

એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો

એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો

બજેટમાં એક્સાઇઝ ડ્યૂટી 12.3 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી છે. જ્યારે એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો થવાથી તમ્બાકુ, સિગરેટ જેવી ચીઝો મોંઘી બનશે.

સર્વિસ ટેક્સમાં વધારો

સર્વિસ ટેક્સમાં વધારો

બજેટમાં સર્વિસ ટેક્સને 12.3 ટકાથી વધારીને 14 ટકા કરાયો છે. સર્વિસ ટેક્સમાં વધારો થવાથી દરેક ચીજ-વસ્તુઓ મોંઘી બનશે. જેમાં હોટલનું ભોજન, શિક્ષણ, પાર્લર વગેરે મોંઘુ બનશે.

બજેટમાં હેલ્થ ઇંસ્યોરંસમાં છૂટ

બજેટમાં હેલ્થ ઇંસ્યોરંસમાં છૂટ

બજેટમાં હેલ્થ ઇંસ્યોરંસમાં છૂટની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 15 હજારથી 25 હજાર સુધીના પ્રીમિયમમાં ટેક્સમાંથી મૂક્તિ અપાઇ છે.

English summary
Narendra Modi Government's First Union budget's top ten announcement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X